ડોન હિલ સ્ટેશન - સર્પાકાર રસ્તાઓ મજાની સાથે થ્રિલનો અનુભવ કરાવશે 

May 15, 2023

Ajay Saroya

ડોન હિલ સ્ટેશન ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલુ લોકપ્રિય હિલ સ્ટેશન છે.

ડોન હિલ સ્ટેશન લગભગ 1070 મીટરની ઉંચાઈએ સહ્યાદ્રી પર્વતમાળામાં વસેલું છે.

તે અમદાવાદથી 400 કિમી, આહવાથી 38 કિમી અને મહારાષ્ટ્ર બોર્ડરથી માત્ર 3 જ કિમી દૂર છે.  

આ ડાંગી એન્ક્લેવ તેનું નામ આદિવાસીઓ દ્વારા પૂજવામાં આવતા સાપ દેવ પરથી પડ્યું છે અને તેનો અનુવાદ સાપુતારા થાય છે.

ડોન હિલ સ્ટેશન ફરવાની મજા તેના થ્રિલ કરાવતા રોમાંચકારી રસ્તાઓ છે. 

ડોન હિલ સ્ટેશનના સર્પાકાર રસ્તાઓ પ્રવાસીઓનો ઘડીક ભર શ્વાસ થંભાવી દેવા છે. 

ડોન હિલ સ્ટેશન ચોમાસામાં સોળેકળાએ ખીલી ઉઠે  છે, વહેતા ઝરણાંઓ પ્રવાસીઓને અદભૂત આનંદ આપે છે.