May 14, 2025
ભારતમાં ઘણા સુંદર હિલ સ્ટેશન છે, જે વિદેશથી પણ સુંદર છે. ભારતમાં પણ એક મિની થાઇલેન્ડ છે, જેની કુદરતી સુંદરતા જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે.
અદભુત અને શાંત માહોલમાં આવેલું પહાડી ગામ જીબી હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલું છે, જેને મિની થાઇલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે.
જીબીમાં લાકડાની ઝુપડી, સીડી આકારના ઢોળાવવાળા ખેતર, ધુમ્મસ ભરેલી સવાર આ ગામને એક ફરવા લાયક બનાવે છે. આ સ્થળને ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક (યુનિેસ્કો વર્લ્ડ હેરિટેજ)નો હિસ્સો છે.
કુદરતી સુંદરતાનો ખજાનો શોધી રહેલા પ્રવાસીઓ માટે જીબી શ્રેષ્ઠ સ્થળ છે. હરિયાળી, ઠંડી સવા અને સુંદર ઝરણાં પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
ત્રિવેણી કુંડ, જીબી ઝરણું, જીભી પુલ અહીંના જોવાલાયક પ્રખ્યાત સ્થળ છે.
જીબીમાં પ્રવાસીઓના રોકાવા માટે હોટેલ, રિસોર્ટ અને હોમ સ્ટે અહીં ઓછા બજેટમાં ઉપલબ્ધ છે. ઘર જેવો આરામ અને હિમાચલ પ્રદેશની શાંતિ પ્રવાસીઓને અદભુત આનંદ આપે છે.
જીબી હિલ સ્ટેશન હિમાચલ પ્રદેશમાં આવેલું છે. મનાલીથી જીબી લગભગ 102 કિમી દૂર છે. યાત્રા દરમિયાન કુદરતી સુંદરતાનો અદભુત અને આકર્ષક નજારો જોઇ પ્રવાસીઓ આશ્ચર્ય પામે છે.
જીબી હિલ સ્ટેશન પર રોડ અને રેલ માર્ગે પહોંચી શકાય છે. જીબીથી કુલ્લુ રેલવે સ્ટેશન 150 કિમી દૂર છે.
જીબી હિલ સ્ટેશન ફરવા માટે માર્ચ થી જૂન સુધીનો સમયગાળો યોગ્ય હોય છે, આ દરમિયાન અહીનું સુખદ હવામાન પ્રવાસીઓને આનંદ આપે છે.
જીબી હિલ સ્ટેશન પર ટ્રેકિંગ થી લઇ હાઇલિંક અને કેમ્પિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો પ્રવાસીઓ આનંદ માણે છે.