રાજસ્થાનમાં ઐતિહાસિક ભવ્ય મહેલ, હવેલી, રાજાશાહી ઠાઠ, સુંદર તળાવ જોવા દેશ દુનિયામાંથી લાખો પ્રવાસીઓ આવે છે. અહીં રાજસ્થાનના ફરવા લાયક પ્રખ્યાત શહેર અને જોવા લાયક સ્થળોની માહિતી આપી છે.
રાજસ્થાનનું ઉદયપુર લેક સિટી નામે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ઐતિહાસિક ભવ્ય મહેલ અને તળાવ જોવા લાખો પ્રવાસીઓ આવે છે. સિટી પેલેસ, પિચોલા તળાવ, જગ મંદિર, સહેલી બાગ, ફતેહ સાગર તળાવ, જગદીશ મંદિર સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.
રાજસ્થાનનું જયપુર વ્હાઇટ સિટીના નામે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આમેર કિલ્લો, નાહર ગઢ, જયગઢ કિલ્લો, હવા મહેલ, સિટી પેલેસ, બિરલા મંદિર, ગલકાજી સહિત ઘણા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી જોઇએ.
રાજસ્થાનનું જેસલમેર ગોલ્ડન સિટી કહેવાય છે. રણમાં આવેલું જેસલમેરમાં નથમલજી કી હવેલી, જેસલમેર કિલ્લો, બડા બાગ, સલીમ સિંહ કી હવેલી, મંદિર પેલેસ, રાજાઓની છત્રીઓ જોવા લાયક છે. ઉપરાંત જેસલમેરના રણમાં ઉંટ પર મુસાફરી, ડેઝર્ટ સફારી, સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણી શકાય છે.
રાજસ્થાનનું કોટા કોચિંગ સિટી કહેવાય છે. કોટામાં ચંબલ રિવર ફ્રન્ટ, ચંબલ ગાર્ડન, ગઢ પેલેસ, રાવ માધવ સિંહ મ્યુઝિયમ, અભેદા મહલ,કિશોરી સાગર જગમંદિર, ચરણ ચૌકી, સિટી પાર્ક, ખડે ગણેશ મંદિર, ચંબલ નદી પર બનેલો ચંબલ ડેમ, 7 વેન્ડર પર દુનિયાની 7 અજાયબી, દારાહ ગેમ્સ સેંક્યુરી, ઇન્દર ગઢ વગેરે જોવાલાયક સ્થળો છે.
પુષ્કર રાજસ્થાનનું પ્રખ્યાત તિર્થ ધામ છે. દિવાળી બાદ કારતક પુનમ પર યોજાતા પુષ્કર મેળામાં દેશ વિદેશ માંથી લાખો પ્રવાસીઓ આવે છે. બહ્માજીનું એક માત્ર મંદિર પુષ્કરમાં આવેલું છે. પુષ્કળમાં બ્રહ્માજી મંદિર, વરાહ મંદિર, સ્થાનિક બજાર, પુષ્કળ મેળો સહિત ઘણા પ્રખ્યાત સ્થળોની મુલાકાત યાદગાર રહે છે.
રાજસ્થાનનું જોધપુર બ્લુ સિટી નામે દુનિયાભરમાં પ્રખ્યાત છે. જોધપુરમાં મેહરાનગઢ કિલ્લો, ઉમેદ ભવન પેલેસ, મંડોર ગાર્ડન્સ, જસવંત થાડા, કલ્યાણ તળાવ અને બગીચા, ઘંટા ઘર, સરદાર સમંદ તળાવ અને મસુરિયા હિલ્સ જોવાલાયક છે.
રાજસ્થાનનું બિકાનેર ઐતિહાસિક શહેર છે. બિકાનેરમાં જૂનાગઢ કિલ્લો, લાલગઢ પેલેસ, કરણી માતા મંદિર, લક્ષ્મી નિવાસ પેલેસ, લક્ષ્મી નાથ મંદિર, બિકાનેર ઊંટ મહોત્સવ જોવા લાયક છે.