પ્રવાસ : રક્ષાબંધન અને સાતમ આઠમ પર ફરવા લાયક 7 શ્રેષ્ઠ સ્થળ

Aug 13, 2024, 06:42 PM

પ્રવાસ

ઓગસ્ટ મહિનામાં બે લાંબા વિકેન્ડ આવી રહ્યા છે, જેમા તમે પરિવાર કે મિત્રો સાથે ફરવા જઇ શકો છો. અહીં ગુજરાતની અંદર અને આસપાસ 2 થી 3 દિવસ ફરવાના શ્રેષ્ઠ સ્થળો વિશે જાણકારી આપવામાં આવી છે.

સોમનાથ મંદિર (Somnath Temple)

સોમનાથ મંદિર ગુજરાતના ગીર સોમનાથ જીલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે. સોમનાથ મંદિર નજીક ત્રિવેણી સંગમ, પ્રભાસ પાટણ, ગીરનાર પર્વત સહિત ઘણા ફરવા લાયક ધાર્મિક સ્થળો છે. (Image: Gujarat Tourism)

દ્વારકાધીશ મંદિર (Dwarkadhish Temple)

દ્વારકાધીશ મંદિર ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, શિવરાજપુર બીચ સહિત ઘણા ફરવા લાયક સ્થળો આવેલા છે. (Image: Gujarat Tourism)

સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity)

સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર ડેમ સામે નર્મદા નદી કિનારે આવેલું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, લેસર લાઇટ શો, વેલી ઓફ ફ્લાવર્સ, સરદાર સરોવર ડેમ, નૌકા વિહાર, કેકટસ ગાર્ડન, એકતા નગરી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, ડીનો ટ્રેસ, જંગલ સફારી, વિશ્વ વન જેવા ઘણા આકર્ષણો છે. (Image: Gujarat Tourism)

સાપુતારા (Saputara)

સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. ચોમાસાના વરસાદમાં સાપુતારાનો કુદરતી નજારો જોવા લાયક હોય છે. સાપુતારામાં સનરાઇઝ અે સનસેટ પોઇન્ટ, ગીરા ધોધ, ઇકો પોઇન્ટ, વન્ય અભ્યારણ સહિત ઘણા જોવા લાયક સ્થળ છે. (Image: Gujarat Tourism)

ઉદયપુર (Udaipur)

ઉદયપુર રાજસ્થાનનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે. ઉદયપુરમાં સિટી પેલેસ, ફતેહ સાગર, સહેલી બાગ, ચેતક ગાર્ડન સહિત ઘણા ઐતિહાસિક સ્મારકો છે. (Image: Rajasthan Tourism)

માઉન્ટ આબુ (Mount Abu)

માઉન્ટ આબુ ગુજરાત સરહદ નજીક આવેલું રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન છે. તે ગુજરાતીઓનું મનપસંદ વિકેન્ટ ટુર પ્લેસ પણ છે. માઉન્ટ આબુમાં ગુરુ શિખર, સનસેટ પોઇન્ટ, અચલેશ્વર મહાદેવ મંદિર, અર્બુદા મંદિર, વન્ય અભ્યારણ ફરવા લાયક છે. તેમજ નજીકમાં અંબાજી મંદિર પણ દર્શનિય સ્થળ છે. (Image: Rajasthan Tourism)