Jul 07, 2025
ગેટવે ઓફ ઈન્ડિયા મુંબઇની શાન માનવામાં આવે છે. મુંબઇ આવતા પ્રવાસીઓ ગેટવે ઓફ ઈન્ડિયાની અચૂક મુલાકાત લે છે.
ગેટવે ઓફ ઈન્ડિયા કિંગ જોર્જ પંચમ અને ક્વિન મેરીના ભારત આગમનની યાદમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. તેઓ વર્ષ 1911માં ભારત આવ્યા હતા.
મુંબઇના દરિયા કિનારે ગેટવે ઓફ ઈન્ડિયાનું નિર્માણ વર્ષ 1911માં શરૂ થયું અને વર્ષ 1924માં પૂર્ણ થયું હતું. આ ઇમારતનિ ડિઝાઇન જોર્જ વિટેટે તૈયાર કરી હતી
ગેટવે ઓફ ઈન્ડિયાનું નિર્માણ બેસાલ્ટના પથ્થરોથી કરવામાં આવ્યું છે. ગેટવે ઓફ ઈન્ડિયાની ઉંચાઇ 26 મીટર અને પહોળાઇ 15 મીટર છે.
શું તમે ક્યારે વિચાર્યું છે, ગેટવે ઓફ ઈન્ડિયાનું નિર્માણ દરિયા કિનારે જ કેમ કરવામાં આવ્યું? આ ઇમારત દરિયાઇ માર્ગે ભારતમાં આવતા લોકોના સ્વાગત સમાન પ્રતિક તરીકે બનાવવામાં આવી છે.
ગેટવે ઓફ ઈન્ડિયા, એ સ્થળ છે જ્યાંથી ભારત આઝાદ થયા બાદ બ્રિટિશ સેનાની છેલ્લી બટાલિયને દેશ છોડ્યું હતું. તે દિવસે ભારતમાં બ્રિટિશ શાસનનો અંત આવ્યો હતો.
ગેટવે ઓફ ઈન્ડિયાથી ભારત છોડનાર બ્રિટિશ સેનાની છેલ્લી બટાલિયનનું નામ સમરસેટ લાઇટ ઇન્ફેન્ટ્રી હતું.
ગેટવે ઓફ ઈન્ડિયાની ડિઝાઇન આર્કિટેક્ટ જોર્જ વિટેટ(George Wittet) તૈયાર કરી હતી. તેમાં હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય શૈલીની ઝલક જોવા મળે છે.
ભારતના પ્રવેશ દ્વાર કહેવાતા ગેટવે ઓફ ઈન્ડિયાની બંને બાજુ એક પથ્થર માંથી બનેલી પ્લેટ જોવા મળે છે, જેમા તેના નિર્માણની જાણકારી અને બ્રિટિશ આગમનની તારીખ લખેલી છે.
ગેટવે ઓફ ઈન્ડિયાને ટુરિસ્ટ ફ્રેન્ડલી કહેવાય છે, કારણ કે, અહીં નજીકમાં જ પ્રખ્યાત તાજ હોટેલ છે. મુંબઇ આવતા પ્રવાસીઓ આ સ્થળે અચૂક આવે છે.
ગેટવે ઓફ ઈન્ડિયાના નિર્માણને 100 વર્ષથી વધારે વર્ષ થયા છે. આમ તે ભારતની ઐતિહાસિક ઇમારત છે.