Farali Sukhdi Recipe: ફરાળી સુખડી રેસીપી, નવરાત્રી સ્પેશિયલ વાનગી

Oct 03, 2024, 01:48 PM

નવરાત્રી ફરાળી વાનગી રેસીપી

નવરાત્રીમાં પૂજા અને વ્રત ઉપવાસ કરવાનું મહત્વ છે. વ્રત ઉપવાસમાં ફરાળી વાનગી ખાવામાં આવે છે. જો તમે પણ વ્રત કરી રહ્યા છે, અહીં ફરાળી સુખડીની રેસીપી આપવામાં આવી છે.

ફરાળી સુખડી રેસીપી સામગ્રી

ફરાળી સુખડી બનાવવા માટે કાચા સીંગદાણા, કોપરાની છીણ, ગોળ, ઘી, ખજૂર બીયાં વગરની, મનપસંદ ડ્રાયફુટના ટુકડા, એલચી, ગુંદર, દૂધનો પાઉડરની જરૂરી પડશે

ફરાળી સુખડી રેસીપી

ફરાળી સુખડી બનાવવા માટે સૌથી પહેલા કાચા સીંગદાણા શેકો અને ફોતરા કાઢી સાફ કરી લો. ત્યારબાદ મિક્સરમાં સીંગદાણાને બારીક પીસી લો.

ફરાળી સુખડી રેસીપી

ફરાળી સુખડી બનાવવા માટે કોપરાની છીણીને સહેજ શેકી લો.

ફરાળી સુખડી રેસીપી

ખજૂરના ઠળિયા કાઢી મિક્સરમાં પીસી તેની પેસ્ટ બનાવી લો.

ફરાળી સુખડી રેસીપી

ગુંદરને ઘીમાં ફ્રાય કરો. ત્યારબાદ મિક્સરમાં બારીક પાઉડર બનાવી લો.

ફરાળી સુખડી રેસીપી

ફરાળી સુખડી બનાવવા માટે એક કઢાઈમાં ઘી નાંખી ગરમ થવા દો. ત્યારબાદ તેમા ગોળ નાંખી તેનો પાક બનાવો. તેમા ખજૂરની પેસ્ટ નાંખી બરાબર મિક્સ કરી લો.

ફરાળી સુખડી રેસીપી

હવે તેમા સીંગદાણાનો પાઉડર, દૂધનો પાઉડર, કોપરાની છીણ નાંખી બરાબર મિક્સ કરી લો.

નવરાત્રી ફરાળી સુખડી રેસીપી

એક થાળીમાં ઘી લગાવો. ત્યારબાદ કઢાઇ માંથી બધી વસ્તુ થાળીમાં કાઢી બરાબર પાથરી દો અને ઠંડુ થવા દો.

ફરાળી સુખડી રેસીપી

હવે ચાકુ વડે મિડિયમ સાઇઝના ટુકડા કાપી લો અને વ્રત ઉપવાસમાં મજા માણો.