ફિફા વર્લ્ડ કપની ટ્રોફી બનાવવામાં 6 કિલો ગોલ્ડનો થાય છે ઉપયોગ 

Nov 24, 2022

Ashish Goyal

ફિફા વર્લ્ડ કપ ટ્રોફીની લંબાઇ 36.5 સેમી હોય છે. 

ટ્રોફી બનાવવામાં 6.175 કિલોગ્રામ 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ થયો છે.

ટ્રોફીના ગોળાકાર બેસનો વ્યાસ 13 સેમી હોય છે. તેના બેસ પર ‘FIFA World Cup‘ લખવામાં આવ્યું છે.

ફિફા વર્લ્ડ કપની ટ્રોફી આંતરરાષ્ટ્રીય રમતોની સૌથી મોંઘી ટ્રોફી માનવામાં આવે છે. 

યૂએસએ ટૂડેએ વર્ષ 2018માં અંદાજ લગાવ્યો હતો કે ટ્રોફીની કિંમત 20 મિલિયન ડોલર હશે.

ફિફા વર્લ્ડ કપ જીતનાર ટીમને પણ અસલી ટ્રોફી મળતી નથી.

કેટલાક પ્રસંગને છોડીને ફિફા વર્લ્ડ કપ ટ્રોફી ઝ્યૂરિખ સ્થિત મુખ્યાલયમાં સખત સુરક્ષા વચ્ચે રાખવામાં આવે છે.

અસલી ટ્રોફીને કેટલાક ખાસ લોકો જ અડી શકે છે. તે ખાસ લોકોમાં રાષ્ટ્ર પ્રમુખો અને પૂર્વ વર્લ્ડ કપ વિજેતા સામેલ છે