હનિમૂન માટે 5 રોમેન્ટિક સ્થળ, મે મહિનામાં ઠંડી લાગશે

Apr 28, 2025, 04:31 PM

હિલ સ્ટેશન

મે મહિનાની ઉનાળાની ગરમીમાં ફરવા માટે હિલ સ્ટેશન શ્રેષ્ઠ સ્થળ છે. હિલ સ્ટેશન પરનું ઠંડુ વાતાવરણ પ્રવાસીઓને ખેંચી લાવે છે.

મે મહિનામાં ફરવા માટે રોમેન્ટિક સ્થળ

કપલે સુંદર, શાંત અને સુરક્ષિત હોય તેવા રોમેન્ટિક સ્થળને હનિમૂન માટે પસંદ કરવા જોઇએ. અહીં મે મહિનામાં ફરવા લાયક 5 રોમેન્ટિક સ્થળોની જાણકારી આપી છે. અહીં પાર્ટનર સાથે રોમેન્ટિક અને યાદગાર પળો વિતાવી શકાય છે.

ચિતકુલ હિલ સ્ટેશન

હિમાચલ પ્રદેશનુ ચિતકુલ કિન્નોર જિલ્લામાં આવેલું એક આકર્ષક અને રોમેન્ટિક હિલ સ્ટેશન છે. શાંત અને શુદ્ધ વાતાવરણ પાર્ટનર સાથે રોમેન્ટિક પળો અને હનિમૂન મનાવવા માટે સુંદર સ્થળ છે. મે મહિનામાં પણ ચિતકુલમાં તાપમાન 15 થી 20 ડિગ્રી આસપાસ રહે છે.

ખિર્સૂ

ઉત્તરાખંડનું ખિર્સૂ હિલ સ્ટેશન દરિયાની સપાટીથી 6000 ફુટથી વધુ ઉંચાઇ પર આવેલું છે. રોમેન્ટિક અને ઠંડું વાતાવરણ હનિમૂન માટે શાનદાર સ્થળ છે.અહીં ખિર્સૂ પાર્ક, દેવલગઢ અને ખિર્સૂ વ્યૂ પોઇન્ટ જેવા રોમેન્ટિક સ્થળો જોવાલાયક છે.

વારવાન ખીણ

કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગ જેમ વારવાન ઘાટી પણ સુંદર છે. અહીં બરફથી ઢંકાયેલા પહાડ, નદી ઝરણાં અને ઘાસના મેદાન જોઇ પ્રવાસીઓ આનંદિત થાય છે. અહીં પ્રવાસીઓ એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ પણ માણી શકે છે.

શિલોંગ હિલ સ્ટેશન

મેઘાલયનું શિલોંગ આકર્ષક અને શાંત વાતાવરણના કારણે પૂર્વનું સ્કોટલેન્ડ કહેવાય છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન શિલોંગમાં મે મહિનામાં તાપમાન 20 થી 25 ડિગ્રી આસપાસ રહે છે. અહીં શિલોંગ પીક, એલિફન્ટ ફોલ્સ અને ઉમિયાન તળાવ જેવા ઘણા રોમેન્ટિક સ્થળો ફરવા લાયક છે.

જીબી હિલ સ્ટેશન

હિમાચલ પ્રદેશના જીબી હિલ સ્ટેશનને ભારતનું થાઇલેન્ડ કહેવાય છે. ધુમ્મસ વાળી સવાર, લાકડાની ઝુંપડી, ઢોળાવવાળા ખેતર અને સુખદ હવામાન પ્રવાસીઓને અદભુત શાંતિ આપે છે. અહીં જીભી વોટરફોલ, જાલોરી પાસ, શ્રૃંગ ઋષિ મંદિર, સેરોલસર તળાવ, રાઘવપુર કિલ્લો સૌથી પ્રખ્યાત જોવાલાયક સ્થળો છે.