Honeymoon In Gujarat: હનીમૂન માટે ગુજરાતના 5 સ્થળ, ગોવા જેવા સુંદર

Dec 02, 2024, 04:56 PM

હનીમૂન ડેસ્ટિનેશનલ

લગ્ન બાદ હનીમૂન પણ બહુ ખાસ હોય છે.

ગુજરાતમાં હનીમૂન માટે શ્રેષ્ઠ સ્થળ

જો તમે ઓછા ખર્ચે હનીમૂનની મજા માણવા ઇચ્છો છો તો અહીં ગુજરાતના સૌથી પ્રખ્યાત 5 હનીમૂન ડેસ્ટિનેશન વિશે અહીં જાણકારી આપવામાં આવી છે.

કચ્છ રણોત્સવ

કચ્છ રણોત્સવ કપલ માટે બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન રહે છે. સફેદ રણમાં ચાંદીની રાતમાં કચ્છનો નજારો અદભુત હોય છે.

શિવરાજપુર બીચ

દ્વારકા નજીક શિવરાજપુર બીચ સુંદર હનીમૂન ડેસ્ટિનેશન છે. વાદળી પાણી વાળા દરિયા કિનારે સૂર્યારતનો નજારો જોવો આહલાદક હોય છે. શિવરાજપુર બીચ પર સ્કૂબા ડ્રાઇવિંગ જેવી ઘણી એડવેન્ચર અને મનોરંજક એક્ટિવિટી પણ થાય છે.

દીવ

દીવ એટલે ગુજરાતનું ગોવા. સુંદર શાંત દરિયા કિનારો, નારિયેળના વૃક્ષો, ઐતિહાસિક ચર્ચ અને કિલ્લો જોઇ ગોવામાં ફરતા હોય તેવો અનુભવ થાય છે. ગોવા માટે વધારે ખર્ચ કરવાના બદલે ગોવા પણ હનીમૂન ડસ્ટિનેશન તરીકે માટે સારું સ્થળ છે.

સાપુતારા હિલ સ્ટેશન

સાપુતારા હિલ સ્ટેશન કુદરત પ્રેમી કપલ માટે સ્વર્ગ સમાન છે. શિયાળાની ઠંડીમાં સાપુતરાનો માહોલ ધુમ્મસના લીધે મનોમહક હોય છે. સાપુતારાના ઉંચા પહાડ, જંગલ, ખીણ, ધુમ્મસ, પછીઓનો અવાજ અને અદભુત શાંતિ કપલ માટે હનીમૂનને યાદગાર બનાવે છે.

ગીર નેશનલ પાર્ક

ગીર નેશનલ પાર્ક કપલ માટે હનીમૂન સાથે એડવેન્ચર ટૂર પણ બની રહે છે. ગીર જંગલમાં સિંહ જોવાની મજા પડે છે. ગીર જંગલમાં બનેલા કોટેજમાં રાત્રી નિવાસ, પરંપરાગત ભોજન અને કુદરતી સૌંદર્ય કપલનું હનીમૂન યાદગાર બનાવે છે.