વિકેન્ડ ટુર પ્લાન માટે 5 શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ, ફેમિલી અને મિત્રો સાથે મોજ

Jan 07, 2025, 03:41 PM

વિકેન્ડ ટુર પ્લાન

ભારતમાં ફરવા માટે ઘણા પ્રવાસ સ્થળો છે. વર્ષ 2025માં ઘણા લાંબા વિકેન્ડ છે, જે દરમિયાન તમે બહાર ફરવા જઇ શકો છો. અહીં લાંબા વિકેન્ડર પર 2 થી 5 દિવસ માટે ફરવા લાયક 5 સ્થળ વિશે જાણકારી આપવામાં આવી છે.

ગોવા

ગોવા ફરવાનું દરેક ભારતીયનું સપનું હોય છે. લાંબો દરિયા કિનારો, સુંદર બીચ, નાળિયેરીના વૃક્ષો અને રોમેન્ટિક માહોલ વચ્ચે ગોવા લાંબા વિકેન્ડમાં મિત્રો અને કપલ્સ માટે ફરવા લાયક શ્રેષ્ઠ સ્થળ છે.

જયપુર

રાજસ્થાનનું જયપુર પિંક સિટી તરીકે દુનિયાભરમાં પ્રખ્યા છે. આમેર પેલેસ, હવા મહેલ, જય ગઢ, બિરલા મંદિર, નાહરગઢ, સિટી પેલેસ, જંતર મંતર, જલ મહેલ, આલ્બર્ટ હોલ મ્યુઝિયમ, જયપુર ઝુ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે. જયપુર ફરવા માટે 3 થી 5 દિવસ લાગે છે.

આગ્રા તાજમહલ

પ્રેમનું પ્રતિક આગ્રાનું તાજમહલ દુનિયાની 7 અજાયબીમાં સામેલ ઐતિહાસિક સ્માસ્ક છે. આગ્રામાં તાજમહલ, ફતેહપુર સિકરી, બુલંદ દરવાજો, આગ્રા ફોર્ટ, શિશ મહલ, મોતી મસ્જિદ, નગીના મસ્જિદ, ઈતિમાદ ઉદ્દ દૌલાહનો મકબરો, કિનારી બજાર, અકબરનો મકબરો, જોધાબાઈનો મહેલ સહિત ઘણા જોવાલાયક ઐતિહાસિક સ્થળો છે.

મથુરા વૃંદાવન બરસાના

મથુરા વૃંદાવન બરસાના પ્રસિદ્ધ તીર્થધામ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના પ્રખ્યાત મંદિરો મથુરા વૃંદાવન બરસાનામાં આવેલા છે. મથુરામાં શ્રી કૃષ્ણ મંદિર, વૃંદાવનમાં બાંકે બિહારીજી, શ્રી રાધા વલ્લભજી, નિધિ વન મંદિર, બરસાનામાં રાધા રાણી મંદિર સહિત ઘણા પ્રાચીન મંદિર આવેલા છે. અહીં આવનાર દરેક વ્યક્તિ શ્રીકૃષ્ણ રાધાની ભક્તિમાં તલ્લીન થઇ જાય છે.

કેરળ

કેરળમાં ફરવા લાયક ઘણા સ્થળો છે. કેરળમાં એક થી સુંદર એક બીચ આવેલા છે. કેરળમાં કોવલમ, વરકલા, ચોવવરા, ચાવક્કાડ, વાયનાડ, નાટ્ટિકા, ચેરાઇ, કિઝુન્ના, પુવાર સહિત ઘણા ફરવા લાયક બીચ અને હિલ સ્ટેશન છે.