કાશ્મીર છોડો આ 5 સ્થળો પર ઉનાળામાં માણો બરફ જોવાની મજા

Apr 24, 2025, 04:05 PM

કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો

પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ઘણા લોકોએ કાશ્મીર પ્રવાસ રદ કર્યો છે. હવે લોકો ઉનાળામાં ક્યા ફરવા જવું તેના વિચારી રહ્યા છે. અહીં કાશ્મીર સિવાય ક્યાં સ્થળો પર બરફ જોવા મળશે તેવા પ્રવાસ વિશે જાણકારી આપી છે.

કાશ્મીર ફરવા કેમ જાય છે?

જમ્મુ કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે. શિયાળામાં હિમ વર્ષા, ઉનાળાની ગરમીમાં પણ ઠંડો માહોલ, લીલાછમ ઘાસના મેદાન, વેલી ઓફ ફ્લાવર, દેવદારના ઉંચા વૃક્ષો, દાલ લેકમાં શિકારાની સવારીની મજા માણવા લાખો પ્રવાસીઓ કાશ્મીર આવે છે.

કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગ

કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગ પ્રવાસીઓમાં સૌથી વધુ પ્રખ્યાત છે. કારણ કે અહીં ઉનાળામાં પણ બરફ જોવા મળે છે. આથી પહેલગાવ આવતા પ્રવાસીઓ ગુલમર્ગ અને સોનમર્ગની મુલાકાત લે છે.

રોહતાંગ પાસ

હિમચાલ પ્રદેશના રોહતાંગ પાસ પર ઉનાળામાં પણ બરફ જોવા મળે છે. તે મનાલીથી 51 કિમી દૂર છે. બરફથી ઢંકાયેલા પર્વત, નદી, ઠંડી હવા અને શાંત વાતાવરણ પ્રવાસીઓને અદભુત આનંદ આપે છે.

દાર્જિલિંગ હિલ સ્ટેશન

પહાડોની રાણી કહેવાતું દાર્જિલિંગ પશ્ચિમ બંગાળમાં આવેલું છે. અહીંથી વિશ્વના ત્રીજા સૌથી ઊંચા પર્વત શિખર કંચનજંગાનો નજારો જોવા મળે છે. દાર્જિલિંગમાં ટાઇગર હિલ, ડાલી મોનેસ્ટ્રી, ધૂમ મોનેસ્ટ્રી, બટાસિયા લૂપ, લામાહટ્ટા ઇકો પાર્ક, પદ્મજા નાયડુ હિમાલયન ઝુઓલોજી પાર્ક, સિંગાલિયા નેશનલ પાર્ક, હિમાલયન માઉન્ટેરિંગ ઇન્સ્ટિટ્યૂટ જોવાલાયક સ્થળો છે.

ઔલી હિલ સ્ટેશન

ઔલી ઉત્તરાખંડનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. ઉનાળામાં અહીં પ્રવાસીઓ બરફમાં સ્કીઇંગ જેવી એક્ટિવિટીની મજા માણી શકે છે. અહીં ઔલી તળાવ, ચીનાબ તળાવ, નંદા દેવી નેશનલ પાર્ક, જૌશીમઠ સહિત ઘણા સ્થળોની મુલાકાત લઇ શકાય છે.

તવાંગ

અરુણાચલનું તવાંગ ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. પૂર્વી હિમાલય પર્વતમાળામાં સ્થિત તવાંગ અદભુત કુદરતી દૃશ્યો, બૌદ્ધ મઠો અને શાંત તળાવ માટે પ્રખ્યાત છે.

ચોપટા

ઉત્તરાખંડનું ચોપટા ભારતનું મીની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવાય છે. ટ્રેકર્સ માટે સ્વર્ગ ચોપટા તુંગનાથ મંદિર અને ચંદ્રશિલા શિખરનું પ્રવેશદ્વાર છે. અહીં પ્રવાસીઓની ઓછી ભીડ હિમાલય પર્વતનો મનમોહક નજારો માણવાની તક આપે છે.