Jun 20, 2025
ચોમાસાના વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
ઘણા લોકો વન ડે પીકનીક પર જવાનો પ્લાન બનાવી રહ્યા છે. અહીં અમદાવાદની આસપાસ આવેલા પ્રખ્યાત ફરવા લાયક સ્થળો વન ડે પીકનીક માટે ઉત્તમ છે.
નળ સરોવર અમદાવાદથી લગભગ 63 કિમી દૂર આવેલું વિશાળ તળાવ છે. ચોમાસામાં વરસાદનું પાણી તળાવમાં આવતા સુંદર નજારો જોવા મળે છે. અહીં પ્રવાસીઓ તળાવમાં નૌકાવિહાર, પક્ષી દર્શનની મજા માણે છે.
અમદાવાદથી માત્ર 1 કલાકના અંતરે આવેલું થોળ લેક પ્રકૃતિઓ પ્રેમીઓ સુંદર સ્થળ છે. નળ સરોવર જેમ અહીં પણ ચોમાસામાં થોળ તળાવનો નજારો જોવાલાયક હોય છે. થોળ પક્ષી અભ્યારણમાં વિવિધ પક્ષીઓ જોવા મળે છે. શહેરની ભીડથી દૂર શાંત વાતાવરણ મનને શાંતિ આપે છે.
સાંબરકાંઠામાં આવેલા પોળોના જંગલ અમદાવાદતી 150 કિમી દૂર છે. ચોમાસામાં લીલી ચાદર ઓઢેા અરવલ્લીના પહાડ જોઇ આંખને ઠંડક મળે છે. ગાઢ જંગલ અને પહાડ વચ્ચે આવેલા ઐતિહાસિક મંદિરો પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમનું ઉત્તમ દ્રશ્ય રજ કરે છે. અહીં પ્રવાસીઓના રાત્રી રોકાણ માટે સુવિધા ઉપલબ્ધ છે.
મહેસાણાનું તાંરગા હિલ્સ ચોમાસાના વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠે છે. ઉંચા ખડકો ચઢીને તારંગા હિલની ટોચ પર પહોંચી શકાય છે. અહીંની પ્રાચીન મંદિર, જૈન દેરાસર અને બૌદ્ધ ગુફા જોવાલાયક છે.
નદીમાં નાહવાની મજા માણવી હોય તો ગળતેશ્વર મહાદેવ મંદિર ઉત્તમ સ્થળ છે, જે અમદાવાદથી 96 કિમી અને ડાકોરથી 12 કિમી દૂર આવેલું છે. મુલાકાતીઓ મહીસાગર નદીમાં સ્નાન અને 800 વર્ષ જૂનું પ્રાચીન ગળતેશ્વર મંદિરના દર્શન કરે છે. ડાકોર દર્શન કરવા જાવ તો ગળતેશ્વર મંદિર જવાનું ભૂલશો નહીં.