હિલ સ્ટેશન માટે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પ્રખ્યાત છે. અલબત્ત ઘણા રાજ્યોમાં પણ સુંદર હિલ સ્ટેશન આવેલા છે, જ્યાં ફરવા જવાનું વિદેશીઓને પણ ગમે છે.
મહારાષ્ટ્રમાં ઘણા હિલ સ્ટેશન છે, જે કુદરતી સૌંદર્યથી સુંદર અને આકર્ષક છે. ગુજરાત નજીક હોવાથી મહારાષ્ટ્રના આ હિલ સ્ટેશન ફરવા ઉનાળા અને ચોમાસામાં ફરવા માટે ઉત્તમ સ્થળ છે.
મહારાષ્ટ્રનું લોનાવાલા હિલ સ્ટેશન ચોમાસાના વરસાદ બાદ એકદમ જન્નત જેવું દેખાય છે. અહીં વાદળો સાથે વાત કરતા પર્વત અને ધુમ્મુસભર્યા માહોલમાં ફરવાની મજા પડે છે.
ખંડાલા હિલ સ્ટેશન પર મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્થળછે, જ્યાં ખાસ કરીન પ્રવાસીઓ ઉનાળા અને ચોમાસામાં ફરવા આવે છે. અહીં પ્રવાસીઓ એડવેન્ચર એક્ટિવિટીનો રોમાંચ મા
મહાબલેશ્વર હિલ સ્ટેશન પ્રકૃતિ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીં ઉનાળામાં પણ ઠંડું હવામાન પ્રવાસીઓને સુખદ આનંદ આપે છે.
મહારાષ્ટ્રમાં આવેલું માથેરાન ભારતનું સૌથી ચોખ્ખું હવામાન ધરાવતું હિલ સ્ટેશન છે. પ્રવાસીઓ અહીં ટ્રેનમાં મુસાફરી કરીને પહોંચી શકે છે. અહીંનું અદભુત કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
મહારાષ્ટ્રના આકર્ષિત હિલ સ્ટેશનોમાં સામેલ કર્જત પણ કુદરતી સૌંદર્યથી ભરપૂર ફરવા લાયક સ્થળ છે. ઉનાળામાં પ્રવાસીઓ માટે અહીં ફરવાનો અનુભવ યાદગાર રહે છે.