પાવાગઢ ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. પાવાગઢ પર્વત પર મહાકાળી માતાનું મંદિર છે, જે 51 શક્તિપીઠ માંથી સ્થાન ધરાવે છે. પાવાગઢની આસપાસ આવેલા આ 5 સ્થળો પણ જોવાલાયક છે.
પાવાગઢ ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. પાવાગઢ પર્વત પર મહાકાળી માતાનું મંદિર છે, જે 51 શક્તિપીઠ માંથી સ્થાન ધરાવે છે. પાવાગઢ મહાકાળી મંદિર સુધી જવા માટે સુવ્યવસ્થિત પગથિયાં બનેલા છે. ઉપરાંત રોપ વેની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ચાંપાનેર પાવાગઢની તળેટીમાં આવેલું ઐતિહાસિક સ્થળ છે. વર્લ્ડ હેરિટેજમાં સામેલ ચાંપાનેરમાં રાજપુતો બાદ મહેમૂદ બેગડાએ શાસન કર્યું હતું. સુંદર અને આકર્ષક કોતરણી વાળી ઘણી ઐતિહાસિક ઇમારતો જોવા મળશે.
ગોધરાથી 15 કિમી દૂર ટીંબા ટુવાનો સંબંધ રામાયણ અને મહાભારત સાથે હોવાનું મનાય છે.અહીં રામકુંડ છે જેમા કુદરતી રીતે ગરમ પાણી નીકળે છે. અહીં સ્નાન કરવાથી ચામડીના રોગ મટતા હોવાની માન્યતા છે
જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી 26 કિમી દૂર છે. જાંબુઘોડા અભયારણ્યમાં દીપડો, રીંછ, શિયાળ, વરુ, હરણ જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે. જાંબુઘોડા અભયારણ્યમાં કોટેજ અને ટેન્ટની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.
હાથણી માતા ધોધ જાંબુધોડાથી 16 કિમી દૂર છે. ચોમાસામાં હાથણી માતા ધોધ સોળે કળાએ ખીલી ઉઠે છે. પહાડોની વચ્ચે હાથણી માતાનું મંદિર જોવાલાયક છે.
કડા ડેમ જાંબુઘોડાથી 3 કિમી દૂર છે. ગાડી લઇ ડેમ સુધી પહોંચી શકાય છે. ડેમ બન્યા બાદ અહીં વિશાળ સરોવર રચાયું છે. સરોવરની ચારેય બાજ ગાઢ જંગલ છે. કડા ડેમ પર ઉભા રહી સુંદર કુદરતી નજારો જોવા મળે છે.