Jun 24, 2025

ચોમાસામાં પાર્ટનર સાથે રોમેન્ટિક ટુર, કુદરતી નજારો જોઇ ઝૂમી ઉઠશે

Ajay Saroya

રોમેન્ટિક ટુર

ચોમાસાના રોમેન્ટિક માહોલમાં પાર્ટનર સાથે રોમેન્ટિક ટુર પર ફરવા જવાનો પ્લાન બનાવો છો, તો અહીં 2 થી 3 દિવસમાં ગુજરાત અને આસપાસ ફરવા લાયક સુંદર સ્થળો વિશે જાણકારી આપી છે.

Source: freepik

ચોમાસાના ફરવાના સ્થળ

ચોમાસાના વરસાદમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળો જન્નત જેવો અનુભવ થાય છે. જંગલ, નદી, ઝરણા, તળવા, શાંત વાતાવરણ અને ઠંડો પવન મુલાકાતીઓને સુખદ આનંદ આપે છે.

Source: social-media

સાપુતારા હિલ સ્ટેશન

ચોમાસામાં ગુજરાતનું સાપુતારા હિલ સ્ટેશનનો નજારો સ્વર્ગ જેવો દેખાય છે. ચોમાસાના વરસાદ બાદ નદી અને ઝરણાં જીવંત થઇ જાય છે. ચારે બાજુ હરિયાળી અને ધુમ્મસભર્યું વાતાવરણ આંખોને ઠંડક આપે છે. પ્રવાસીઓ બોટમાં બેસવાની મજા માણે છે. અમદાવાદથી 400 કિમી દૂર સાપુતારા 2 થી 3 દિવસમાં આસાનીથી ફરી શકાય છે.

Source: social-media

ઉદયપુર

ઉદયપુર રાજસ્થાનનું સૌથી પ્રખ્યાત ફરવાલાયક સ્થળ છે. ચોમાસાના વરસાદમાં પીછોલા લેક પર બેસી સૂર્યાસ્તનો નજારો અને સજ્જન ગઢ પરથી ઉદયપુર શહેરનું વિહંગમ દ્રશ્ય યાદગાર રહે છે. ગુજરાતમાં રહેતા લોકો માટે ઠંડા માહોલમાં પાર્ટનર સાથે ફરવા ઉદયપુર સુંદર શહેર છે.

Source: social-media

માઉન્ટ આબુ

માઉન્ટ આબુ ગુજરાતીઓનું પ્રિય હિલ સ્ટેશન છે. અમદાવાદથી 4 કલાકના અંતરે રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે. લીલાછમ જંગલ, હરિયાળી, પહાડ માંથી વહેતા ઝરણાં, વાદળ અને ધુમ્મસ જોઇ પ્રવાસીઓ રોમાંચ અનુભવે છે. શનિ રવિ વિકેન્ડ ટુર માટે માઉન્ટ આબુ સૌથી સરળ અને સુંદર સ્થળ છે.

Source: social-media

પોળો ફોરેસ્ટ

પોળો ફોરેસ્ટ એટલે વિજયનગરના જંગલો ઇડર નજીક આવેલું પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસ છે. આ સ્થળે પ્રવાસીઓ પ્રકૃતિ અને સંસ્કૃતિના સુંદર દ્રશ્ય જોઇ શકે છે. વરસાદ બાદ લીલી ચાદર ઓઢેલા અરવલ્લીના પહાડ, હરણાવ નદીનો ડેમ, ઝરણાં, પ્રાચીન મંદિરોની સુંદર કોતરણી જોઇ પ્રવાસી આશ્ચર્યચકિત થઇ જાય છે. વનડે પિકનિક માટે પોળોના જંગલો શ્રેષ્ઠ સ્થળ છે.

Source: social-media

લોનાવાલા ખંડાલા

લોનાવાલા ખંડાલા મુંબઇથી 100 કિમીના અંતરે આવેલા મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલ સ્ટેશન છે. ચોમાસામાં આ બંને હિલ સ્ટેશન જન્નત બન જાય છે. ગાઢ ધુમ્મસ, પહાડ પરથી નીચે પડતા વરસાદી ઝરણાં, લીલાછમ જંગલ અને ખીણ જોઇ તમારા પાર્ટનર ખુશ થઇ થશે.

Source: social-media

Source: social-media