ઉનાળામાં ટાંકીનું પાણી ઠંડુ રાખશે આ 5 દેશી રીત

Apr 22, 2025, 02:52 PM

ઉનાળામાં ભયંકર ગરમી

ઉનાળામાં આકરો તડકો પડી રહ્યો છે. તડકાના સાથે રોડ રસ્તા તપી જાય છે. આ કાળઝાળ ગરમીથી શરીર પરસેવાથી તરબરત થઇ જાય છે. તડકાના કારણે ધાબા પર મુકેલી ટાંકીનું પાણી પણ ગરમ થઇ જાય છે.

ટાંકીનું પાણી ઠંડુ રાખવાની ટીપ્સ

ઉનાળામાં નહાવાથી લઈને ઘરના કામકાજ કરવા સુધી ગરમ પાણીનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં અહીં આપેલી 5 રીત અજમાવી ઉનાળામાં ટાંકીનું પાણી ઠંડુ રાખી શકાય છે.

આ રંગની પાણીની ટાંકી ખરીદો

જો તમે તમારા ઘરમાં નવી ટાંકી લગાવવાનું વિચારી રહ્યા છો, તો ઉનાળાના દિવસોમાં કાળી ટાંકીને બદલે સફેદ અથવા આસમાની વાદળી રંગની ટાંકી ખરીદો. કાળી ટાંકી સૂર્યપ્રકાશને વધુ શોષી લે છે. આવી સ્થિતિમાં, કાળા રંગની ટાંકીમાં પાણી ઝડપથી ગરમ થાય છે અને લાંબા સમય સુધી ગરમ રહે છે.

માટીની પેસ્ટ લગાવો

જો તમારા ઘરમાં કાળી રંગની પાણીની ટાંકી હોય તો તમે તેને સફેદ રંગથી રંગી શકો છો. આ સિવાય તમે ટાંકીની આસપાસ માટીની પેસ્ટ લગાવી શકો છો. આમ કરવાથી પાણી ઠંડુ રાખવામાં મદદ મળશે.

થર્મોકોલ શીટ બાંધો

ઉનાળા દરમિયાન પાણીને ઠંડુ રાખવા માટે તમે થર્મોકોલનો ઉપયોગ કરી શકો છો. થર્મોકોલ શીટ પાણીને ગરમ થતું અટકાવવામાં મદદ કરશે. આ માટે પાીની ટાંકી પર માટીની પેસ્ટ લગાવ્યા બાદ ટાંકીની ફરતે થર્મોકોલની શીટ બાંધી શકાય છે.

શણની થેલીથી ઢાંકી દો

ઉનાળામાં પાણીને ઠંડુ રાખવા માટે તમે દેશી રીત પણ અપનાવી શકો છો. આ માટે તમારે શણની થેલીની જરૂર પડશે. સૌ પ્રથમ, પાણીની ટાંકીને જાડી શણની થેલીથી ઢાંકી દો. શણ ગરમીને શોષવા દેતી નથી. શણ પર પાણી નાંખી ભીનું પણ કરી શકાય છે, તેનાથી ટાંકીનું પાણી ઠંડુ રહે છે.

ટીનની શીટ લપેટી દો

ઉનાળા દરમિયાન પાણીની ટાંકી ગરમ ન થાય તે માટે તમે પાણીની ટાંકીની ઉપર ટીનની શીટ મૂકી શકો છો. તમે તેને સરળતાથી શીટથી ઢાંકી શકો છો. આ માટે તમારે ટીનની શીટને ગોળાકાર આકારમાં બનાવીને ટાંકીને ઢાંકી દેવાની રહેશે. સાથે જ ટાંકી અને ટીન વચ્ચેની ખાલી જગ્યામાં રેતી કે ખળ ભરી શકાય છે. આ ટાંકીના પાણીને ઠંડુ રાખવામાં મદદ કરે છે.