ભારતે 1 ડિસેમ્બરના રોજ ઇન્ડોનેશિયાથી G20નું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. જેનો કાર્યકાળ 20 નવેમ્બર 2023 સુધી રહેશે.
Dec 06, 2022
Mansi Bhuva
G20 શિખર સંમેલન પહેલા સર્વપક્ષીય બેઠકમાં આપ પ્રમુખ અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની PM મોદીને નમન કરતાની ઝલક
બેઠકમાં વડાપ્રધાન મોદીએ G20 સમિટને વ્યાપકરૂપે સફળ બનાવવા માટે તમામ રાજકીય પક્ષોના મુખ્યમંત્રી પાસે સહયોગની માંગણી કરી.
રાષ્ટ્રપતિ ભવનમાં G20 શિખર સંમેલનને લઇ આ બેઠક તમામ રાજકીય પક્ષોના મુખ્યમંત્રીઓ પાસેથી સલાહ તેમજ રણનીતિઓ પર વિમર્શ કરવા માટે કરવામાં આવી હતી. તેમજ તૃણમૃણ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, G20નું નેતૃત્વ એ કોઇ એક પક્ષનો એજેન્ડા નથી, પરંતુ સમગ્ર દેશનો વિષય છે.
સર્વપક્ષીય બેઠકમાં ઉપસ્થિત નેતાઓને સરકાર દ્વારા G20 સંબંઘિત વર્ષ ભરમાં આયોજીત થનારા કાર્યક્રમો અંગે વિસતૃત માહિતી આપી માર્ગદર્શન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં તેના સંબોધનમાં કહ્યું હતું કે, આ આયોજનને પગલે સમગ્ર દેશને ગર્વ થવો જોઇએ અને તેને સફળ બનાવવા માટે તમામ લોકોએ યોગદાન આપવું જોઇએ. પીએમ મોદીએ આ વાત ભાજપના પદાધિકારીઓને પણ બેઠકમાં કહી હતી.