ગંગા વિલાસ ક્રૂઝ વિશ્વનું સૌથી લાબું ક્રૂઝ, જાણો ખાસિયત

Jan 09, 2023

Ajay Saroya

ગંગા વિલાસ ક્રૂઝ ભારતને વધુ વૈશ્વિક ઓળખ આપશે. નદી પર ક્રૂઝ દ્વારા કરાતી આ સૌથી લાંબી મુસાફરી બનશે. 

ગંગા વિલાસ ક્રૂઝ 

એમવી ગંગા વિલાસ ક્રૂઝ 62 મીટર લાંબુ, 12 મીટર પહોળું વિશાળ છે. જે અંદાજે 4000 કિલોમીટરની નદી પર મુસાફરી કરશે

ગંગા વિલાસ ક્રૂઝ 

વિશાળ ગંગા વિલાસ ક્રૂઝ પર ત્રણ ડેક છે. અંદાજે 80 મુસાફરો એક સાથે મુસાફરી કરી શકે એવું આ લક્ઝ્યુરિયસ સુવિધા સાથેનું છે

ગંગા વિલાસ ક્રૂઝ 

મુસાફરોને ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા આ ક્રૂઝ પર ઉપલબ્ધ છે. રેસ્ટોરન્ટ, ડાન્સ ફ્લોર, જીમ, સ્પા સહિત તમામ સુવિધાઓ છે. 

ગંગા વિલાસ ક્રૂઝ 

ગંગા વિલાસ ક્રૂઝ પર 18 સ્યુટ અને અન્ય તમામ સંબંધિત સુવિધાઓ છે. સ્યુટ્સનું આર્કિટેક્ચર શાહી શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ગંગા વિલાસ ક્રૂઝ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરીએ વિશ્વની સૌથી લાંબી લક્ઝરી રિવર ક્રૂઝ ગંગા વિલાસને લીલી ઝંડી દેખાડશે. 

ગંગા વિલાસ ક્રૂઝ 

ગંગા વિલાસ ઉત્તર પ્રદેશના વારાણસીથી બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ જશે. 50 દિવસમાં અંદાજે 4000 કિલોમીટરનું અંતર કાપશે

ગંગા વિલાસ ક્રૂઝ 

રિવર ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશની 27 નદીઓમાંથી પસાર થશે, જેમાં ગંગા, ભાગીરથી, હુગલી, બ્રહ્મપુત્રા અને વેસ્ટ કોસ્ટ કેનાલ વગેરેનો સમાવેશ થાય છે

ગંગા વિલાસ ક્રૂઝ 

ગંગા વિલાસ તમને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સહિત 50 થી વધુ પ્રખ્યાત પ્રવાસન સ્થળોની મુલાકાત કરાવશે. આ ક્રુઝ જ્યાં રોકાશે તે સ્થાનો સ્થાપત્યની દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

ગંગા વિલાસ ક્રૂઝ 

આ ઉપરાંત ગંગા વિલાસ સુંદરવન ડેલ્ટા અને કાઝીરંગા નેશનલ પાર્ક સહિત અનેક ઉદ્યાનો અને અભયારણ્યોમાંથી પણ પસાર થશે

ગંગા વિલાસ ક્રૂઝ