વેકેશનમાં જોઇ લો આ સુંદર સ્થળ નહીંતો રાહ જોવી પડશે

May 28, 2025, 05:12 PM

ગુજરાતના જોવાલાયક સ્થળ

ગુજરાતમાં ફરવા માટે ઘણા લોકપ્રિય સ્થળો છે, જેમા અમુક અજાયબી સમાન છે. બીજા શબ્દોમાં કહીયે તો તે સમગ્ર દુનિયા માત્ર ગુજરાતમાં જોવા મળે છે.

ગીર રાષ્ટ્રીય અભ્યારણ

ગુજરાતનું ગીર રાષ્ટ્રીય અભ્યારણ વિશ્વ પ્રખ્યાત છે. સમગ્ર એશિયામાં એક માત્ર ગુજરાતના ગીર જંગલમાં જ એશિયાટીક સિંહ જોવાનો લાહવો મળે છે.

15 જૂન પહેલા ફરવાનો મોકો

ગીર જંગલમાં સિંહને ફરતા જોવા એક યાદગાર અનુભવ રહે છે. સામાન્ય રીતે ગીર અભ્યારણ ચોમાસાની સીઝનમાં 15 જૂન થી 16 ઓક્ટોબર દરમિયાન મુલાકાતીઓ માટે બંધ રહે છે.

ગીર અભ્યારણ 4 મહિના કેમ બંધ રહે છે

સાસણ ગીર તરીકે ઓળખાતા ગીર અભ્યારણ ચોમાસાની સીઝનના 4 મહિના માટે બંધ રાખવામાં આવે છે. ચોમાસાની સીઝન સિંહ અને સિંહણ માટે સંવનનનો સમયગાળો હોય છે. સિંહના સંવનનમાં કોઇ દખલગીરી ન પહોંચે તેની માટે ગીર અભ્યારણ ચોમાસામાં બંધ રહે છે.

ગીર અભ્યારણમાં વન્ય સજીવ

ગીર અભ્યારણમાં સિંહ, દીપડો, શિયાળ, મગર, સાપ અને અજગર, ગરુડ, હરણ, નિલગાય, જંગલી સુવ્વર, કીડીખાઉ, શાહુડી સહિત વિવિધ પ્રકારના વન્ય પશુ, પક્ષી અને પ્રાણીઓ જોવા મળે છે.

ગીર સિંહની સંખ્યા વધી

તાજેતરમાં ગીર અભ્યારણમાં સિંહોની વસ્તી 16મી ગણતરી કરવામાં આવી હતી. તે મુજબ ગુજરાતમાં એશિયાટિક સિંહોની વસ્તી 5 વર્ષમાં વધીને 891 સુધી પહોંચી ગઈ છે. વર્ષ 2020ની ગણતરી મુજબ ગીર જંગલમાં 674 સિંહ હતા.

ગીરનાર

ગીર અભ્યારણ ઉપરાંત ગીરનાર પર્વત પણ પવિત્ર યાત્રાધામ છે. 1800 ફુટની ઉંચાઈઓ આવેલું ગુરુ શિખર ગીરનાર પર્વતની સૌથી ઊંચી ટોચ છે, જ્યાં 9999 પગથિયાં ચઢીને જવું પડે છે. આમ તો અંબાજી સુધી રોપ વેની સુવિધા પણ છે.

ગીરનાર જુનાગઢના જોવાલાયક સ્થળ

ગીરનાર પર્વતની તળેટીમાં ઉપરકોટ કિલ્લો, ભવનાર મંદિર, દામોદર કુંડ, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને અશોક શિલાલેખ સહિત ઘણા દર્શનિય મંદિરો અને જોવાલાયક ઐતિહાસિક સ્થળો છે.