Goodbye 2022: આ વર્ષે આ ભારતીય ક્રિકેટર્સનું પ્રદર્શન રહ્યું શાનદાર
Source : Instagram
Dec 30, 2022
Haresh Suthar
અર્શદીપ સિંહે 2022માં ટી-20 ઇન્ટરનેશનલમાં ભુવનેશ્વર કુમાર પછી બીજો સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર છે.
અર્શદીપે 21 મેચમાં 18.12ની એવેરજથી 33 વિકેટ ઝડપી છે. તેની સ્ટ્રાઇક રેટ (13.3)પણ સારી છે.
સૂર્યકુમાર યાદવ 2022માં ટી-20 ઇન્ટરનેશનલમાં 1000થી વધારે રન બનાવનાર એકમાત્ર અને પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે.
સૂર્યકુમારે 2022માં 187.43ની સ્ટ્રાઇક રેટથી 31 ઇન્ટરનેશનલ ટી-20 મેચમાં 1164 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 46.56ની રહી છે. સૂર્યકુમાર યાદવે 2022માં 2 સદી અને 9 અડધી સદી ફટકારી છે.
વિરાટ કોહલી 781 રન બનાવી ટી-20 ઇન્ટરનેશનલમાં બીજો સૌથી વધારે રન બનાવનાર ભારતીય ખેલાડી રહ્યો છે.
કોહલીએ એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી. 1020 દિવસ પછી કોહલી સદી ફટકારવા સફળ રહ્યો હતો.
શ્રેયસ ઐયર 2022માં વન-ડેમાં શિખર ધવન પછી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બન્યો છે.
ધવને 21 મેચમાં 677 રન બનાવ્યા છે. જ્યારે શ્રેસય ઐયરે ફક્ત 16 મેચમાં 58.09ની એવરેજથી 639 રન બનાવ્યા છે.
ઋષભ પંત આ વર્ષે ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બન્યો છે.
પંતે 2022માં 5 ટેસ્ટની 9 ઇનિંગ્સમાં 66.50ની એવરેજથી 532 રન બનાવ્યા છે. તેણે 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે.