ગુગલ સર્ચ હિસ્ટ્રીને કેવી રીતે ડિલીટ કરવી? જાણી લો આસાન રીત

Nov 19, 2024, 09:31 PM

કોઇપણ સવાલનો જવાબ જાણવો હોય તો આપણે ગુગલ પર જઇએ છીએ. કોઇપણ જાણકારી માટે ગુગલ આપણું પ્રથમ ડેસ્ટિનેશન હોય છે.

જો તમારી પણ Web and Application Activity સેટિંગ ઓન છે તો તમે ગુગલ પર જે પણ સર્ચ કરો છો તે હિસ્ટ્રી સેવ રહેશે.

આ એક્વિવિટી ઓન એર રહેવા પર તમારા દ્વારા સર્ચ કરવામાં આવેલી લોકેશનની જાણકારી પણ સેવ રહે છે

જો તમે ઇચ્છો તો તમારી ગુગલ સર્ચ હિસ્ટ્રીને ડિલીટ કરી શકો છો. જેથી કોઇ તમને ટ્રેક ન કરી શકે.

સૌથી પહેલા ફોન કે ટેબ્લેટ પર ગુગલ એપ પર જાવ અને પછી પોતાના પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો.

આ પછી તે હિસ્ટ્રી શોધો જેને તમારી ડિલીટ કરવાની છે. તમે ઇચ્છો તો બધી કે અમુક મનપસંદ સર્ચને સિલેક્ટ કરીને ડિલીટ કરી શકો છો.

આ સિવાય એક આખા દિવસની કે કોઇ ખાસ સર્ચ કરેલ આઈટમને ટેપ કરીને ડિલીટ કરી શકો છો.

સર્ચ હિસ્ટ્રી ડિલીટ થવાથી કોઇપણ તમારું લોકેશન કે બીજી જાણકારીને ટ્રેક કરી શકશે નહીં.