ગુજરાત બજેટ 2023-24, જાણો મહત્વની વાતો એક ક્લિક પર

Feb 24, 2023

Ankit Patel

નાણામંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં ₹ 3.1 લાખ કરોડનું  બજેટ 2023-24 રજુ કર્યું. 

ગુજરાત બજેટ 2023

ઉજ્જવળ ભવિષ્ય

આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આગામી 5 વર્ષ માટે નું બજેટ

ગુજરાત બજેટ 2023

પ્રવાસન

પાંચ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા માટે અંદાજે 8000 કરોડનો ખર્ચ કરાશે. સફેદ રણ, ધોળાવીરા, અંબાજી, સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો સમાવેશ કરાયો. દ્વારકા ખાતે નવું એરપોર્ટ બનાવાશે.

ગુજરાત બજેટ 2023

આર્થિક વિકાસ

ગિફ્ટ સિટી ભારતનું આર્થિક નગરી બનવા જઇ રહ્યું છે. ફિનટેક હબનું નિર્માણ કરાશે. આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આગામી 5 વર્ષ માટે નું બજેટ

ગુજરાત બજેટ 2023

આર્થિક વિકાસ

નવી એસઆરપી મહિલા બટાલિયનની ભરતી કરાશે. ગૃહ વિભાગ માટે 8574 કરોડની જોગવાઈ. કૃષિ વિભાગ માટે 21,605 કરોડની જોગવાઈ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10,743 કરોડ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે 568 કરોડની જોગવાઈ

ગુજરાત બજેટ 2023

શિક્ષણ સુવિધા વધશે

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ 2165 કરોડની જોગવાઈ. મહિલા અને બાળ વિકાસ માટે 6064 કરોડની જોગવાઈ. આદિજાતી વિભાગ માટે 3410 કરોડની જોગવાઈ. શ્રમ અને કૌશલ વિભાગ માટે 2538 કરોડની જોગવાઈ. શિક્ષણ માટે 43,651 કરોડની જોગવાઈ

ગુજરાત બજેટ 2023

શિક્ષણ સુવિધા વધશે

તમામ જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. સાયન્સ સીટીને 250 કરોડના ખર્ચે આધુનિક બનાવવામાં આવશે. ધોરણ 9માં ભણતી 2 લાખ એસસી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવશે. અનુસચુત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 376 કરોડ