ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલનો બર્થડે - શિક્ષણથી લઇ સંપત્તિ સહિત તમામ વિગત જાણો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મ વર્ષ 1962માં 15 જુલાઇના રોજ અમદાવાદમાં થયો છે.
ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર 11 સપ્ટેમ્બર 2021માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ તેઓ ડિસેમ્બર 2022માં બીજી વાર મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા.
તેઓ કડવા પટેલ સમાજના પહેલા વ્યક્તિ છે જે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે
તેઓ એક રાજકારણી હોવાની સાથે સાથે સિવિલ એન્જિનિયર અને બિલ્ડર પણ છે.
શિક્ષણઃ
વર્ષ 1982માં અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેનિક કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી છે.
રાજકારણઃ
1995માં મેમનગર નગરપાલિકાના સભ્ય, વર્ષ 2008માં અમદાવાદ મ્યુનિસિપલ. કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ઉપપ્રમુખ બન્યા હતા.
રાજકારણઃ
વર્ષ 2010માં થલતેજ વોર્ડના કાઉન્સિલર અને 2015માં ઔડાના અધ્યક્ષ બન્યા હતા.
ધારાસભ્યઃ
વર્ષ 2017માં અમદાવાદના ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા. કોંગ્રેસના શશિકાંત પટેલને રેકોર્ડ 1.71 લાખ મતોથી હરાવ્યા.
પરિવારઃ ભૂપેન્દ્ર પટેલના પત્નીનું નામ હેતલબેન છે અને બે સંતાન છે. દીકરો એન્જિનિયર અને દીકરી ડેન્ટિસ્ટ છે.
સંપત્તિઃ
61 વર્ષીય ભૂપેન્દ્ર પટેલે ડિસેમ્બર 2022માં ચૂંટણી પંચે સમક્ષ રજૂ કરેલા સોગંદનામાં અનુસાર તેમની પાસે 8.22 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
તેમને ક્રિકેટ અને બેડમિન્ટન જેવી રમત રમવાનો શોખ છે તેમજ દાદા ભગવાનમાં ખુબ માને છે.