ગુજરાતમાં 13 બર્ડ સેન્ચ્યુરી છે, જે પક્ષીઓ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે
Feb 21, 2023
Ajay Saroya
આ પક્ષી અભયારણ્યમાં તમને વિવિધ પ્રકારના ભારતીય અને વિદેશી પક્ષીઓ જોવા મળશે
ખીજડિયા અભયારણ્ય
જામનગરના આ અભયારણ્યમાં બ્લેક હેડેડ આઇબીસ, યુરેશિયન સ્પૂનબિલ અને ભારતીય સ્કિમર પક્ષી જોવા મળશે.
થોળ અભયારણ્ય
અમદાવાદ નજીક આવેલું આ અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું બ્રિડિંગ સ્થળ છે. શિયાળામાં અહીંયા સંખ્યાબંધ પ્રવાસી ફ્લેમિંગો પક્ષીઓ આવે છે.
નળ સરોવર અભયારણ્ય
પ્રખ્યાત નળ સરોવર અભયારણ્ય બતક, હંસ, ગરુડ, સ્પૂનબિલ, ક્રેન્સ, પેલિકન અને ફ્લેમિંગો જેવા 250થી વધારે પક્ષીઓનું રહેઠાંણ છે.
પોરબંદર અભયારણ્ય
પોરબંદર અભયારણ્ય - પોરબંદર અભયારણ્યમાં ફ્લેમિંગો, ગ્રીબ્સ, પેલિકન, બતક અને હંસ, ભારતીય રોલર અને અન્ય ઘણા પક્ષીઓ જોવા મળે છે.
બન્ની અભયારણ્ય
કચ્છનું પ્રખ્યાત બન્ની અભયારણ્ય 370થી વધારે પક્ષીઓનું નિવાસ સ્થાન છે.
વેળાવદર અભયારણ્ય
આ સેન્ચ્યુરીમાં તમે ખૂબ જ દુર્લભ લેસર ફ્લોરિકન, હેરિયર્સ, લાર્ક, બુશચેટ્સ, સેન્ડગ્રાઉસ, ફ્રેન્કોલિન્સ, ગીધની લુપ્તપ્રાય પક્ષીઓ જોવા મળશે.
જંગલી ઘુડખર અભયારણ્ય
કચ્છના જંગલી ઘુડખર અભયારણ્યમાં ફ્લેમિંગો, પેલિકન, સ્પૂનબિલ્સ, ગ્લોસી આઇબીસ અને પેઇન્ટેડ સ્ટોર્ક પક્ષીઓ જોવા મળે છે.
(ફોટો ક્રેડિટ - ગુજરાત ટુરિઝમ વેબસાઇટ)
નારાયણ સરોવર અભયારણ્ય
કચ્છના દરિયા કિનારાની નજીક આવેલા નારાયણ સરોવર વન્યજીવ અભયારણ્યમાં તમને વિવિધ પ્રકારના પક્ષીઓ જોવાનો લાહવો મળશે.
ગીર નેશનલ પાર્ક
1412 કિમી વિસ્તારમાં ફેલાયેલા આ નેશનલ પાર્કમાં પક્ષીઓની 310થી વધારે પ્રજાતિ રહે છે અને જેમાં ક્રેસ્ટેડ સર્પન્ટ ઈગલ, લુપ્તપ્રાય બોનેલી ઈગલ, ક્રેસ્ટેડ હોક-ઈગલ, બ્રાઉન ફિશ ઘુવડ, ભારતીય ગરુડ-ઘુવડ મુખ્ય છે
રામપરા અભયારણ્ય
મોરબીનું રામપરા અભયારણ્ય પેટ્રિજ, મોર, રિંગ ડવ, મોટા ગ્રે બબ્બર, જાંબલી સનબર્ડ, પીળા ગળાવાળી ચકલી જેવા 130થી વધારે પક્ષી જોવા મળે છે.
વાંસદા નેશનલ પાર્ક
નવસારીના આ અભયારણ્ય રેકેટ-ટેલેડ ડ્રોંગો, પેરેડાઈઝ ફ્લાયકેચર, પોમ્પાડોર કબૂતર, ગ્રે હોર્નબિલ, જંગલ બબ્બર, યલો બેક સનબર્ડ, લીફ બર્શ જેવા 115થી વધુ પક્ષીઓનું ઘર છે.