ઉનાળામાં હિલ સ્ટેશન ફરવાની મજા પડે છે. સાપુતારા ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે.
સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું સાપુતારા ડાંગ જિલ્લામાં 1000 ફુટની ઉંચાઇ પર આવેલું છે. સાપુતારા ઉનાળા સહિત બારેય મહિનામાં ફરવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન છે.
સાપુતારાામાં ઉંચા પર્વત, જંગલ, નદી અને અઢળક કુદરતી સૌંદર્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
સાપુતારામાં સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઇન્ટ, સનરાઇટ પોઈન્ટ, ઉંચા પર્વત, જંગલ, ગીરીમલ ધોધ, ડાંગ દરબાર, હાથગઢ કિલ્લો સપ્તશ્રૃંગી દેવી મંદિર અને શબરીધામ, સાપુતારા મ્યુઝિયમ, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, સહિત ઘણા બધા જોવાલાયક સ્થળ છે.
સાપુતારામાં ઉંચા પહાડ છે અને ત્યાં પ્રવાસીઓ પેરાગ્લાઈડિંગનો રોમાંચ પણ માણી શકે છે.
સાપુતારામાં માનવ સર્જિત તળાવ પણ છે જેમા પ્રવાસીઓ બોટિંગની મજા માણે છે.
સાપુતારા લોંગ ડ્રાઇવ અને સોલો બાઇક ટ્રીપ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.
સાપુતારા જવાના રોડ - રસ્તાની બંને બાજુ ઉંચા પર્વત અને વૃક્ષો છે, જે પ્રવાસીઓ માટે લોંગ ડ્રાઇવને મજેદાર બનાવે છે.
સાપુતારના ઘણા સન રાઇઝ અને સન સેટ પોઇન્ટ આવેલા છે. અહીં સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવા અદભૂત ક્ષણ બની રહે છે.
સાપુતારામાં ઉંચા પહાડ પર જવા માટે રોપવેની પણ સુવિધા ઉપલબ્ધ છે.
સાપુતારાની નજીક ડોન હિલ, વિલ્સન હિલ સહિત ઘણા પ્રખ્યાત પ્રવાસન સ્થળ આવેલા છે.