માઉન્ટ આબુ ગુજરાતને અડીને આવેલું સુંદર હિલ સ્ટેશન છે. તે રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન છે. માઉન્ટ આબુ પર ફરવા લાયક ઘણા સ્થળો છે.
માઉન્ટ આબુ આમ તો બારે મહિના ફરવા માટે શ્રેષ્ઠ છે પણ શિયાળામાં અહીંનો નજારો જોવાલાયક હોય છે. કુદરત પ્રેમી અને એડવેન્સર લવર માટે માઉન્ટ આબુ બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ છે.
માઉન્ટ આબુ પર્વત પર શિયાળામાં તાપમાન શૂન્યથી નીચે જતું રહે છે અને નકી તળાવ પર બરફની ચાદર પથરાઇ જાય છે.
માઉન્ટ આબુ પર્વત પર ઘણા સુંદર સ્થળો છે જ્યાંથી પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય અને સૂર્યાસ્તનો નજારો માણી શકે છે. જેમા ટોડ રોક વ્યૂ પોઇન્ટ, મંકી પોઈન્ટ મુખ્ય આકર્ષણ છે.
નકી તળાવ માઉન્ટ આબુનું સૌથી પ્રખ્યાત સ્થળ છે. શિયાળામાં તાપમાન શૂન્યથી નીચે જતા નકી લેક થીજી જાય છે. તળાવમાં બોટિંગ કરવાની અને ફોટો શુટ કરવાની પ્રવાસીઓને મજા પડે છે. તળાવની નજીક ફુડ સ્ટ્રીટ છે.
ગુરુ શિખર માઉન્ટ આબુ પર્વતનું સૌથી ઉંચુ શિખર છે. અહીં ભગવાન દત્તાત્રેયને સમર્પિત પ્રાચીન મંદિર છે.
માઉન્ટ આબુ પર દેલવાડા જૈન દેરાસર આવેલા છે. અદભુત કોતરણી અને સ્થાપત્ય શૈલી જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઇ જાય છે.
માઉન્ટ આબુ અભ્યારણમાં રીંછ, નીલગામય હરણ સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળ છે.
પીસ પાર્ક એટલે કે શાંતિ વન બ્રહ્મ કુમારીઝ સંસ્થાનું કેન્દ્ર છે.
અચલેશ્વર મહાદેવ મંદિર માઉન્ટ આબુનું પ્રાચીન શિવ મંદિર છે. મંદિર નજીક આવેલા 3 ભેંસ મૂર્તિની કથા પ્રચલિત છે.
માઉન્ટ આબુના ઐતિહાસિક કિલ્લા અચલ ગઢનું નિર્માણ પરમાર વંશ દ્વારા થયું હતું. માઉન્ટ આબુ નજીક જોવા માટેનું બીજું લોકપ્રિય સ્થળ અચલેશ્વર મહાદેવ મંદિર અચલ ગઢ કિલ્લાની બહાર જ સ્થિત છે.