ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024: 1962 થી અત્યાર સુધી જાણો બધુજ

Jun 03, 2024, 05:20 PM

ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ

દેશના રાજકારણમાં મહત્વનો રોલ ભજવતા ગુજરાતનો ચૂંટણી ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. બોમ્બે રાજ્યમાંથી અલગ થયા બાદ ગુજરાતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં એક સમયે કોંગ્રેસ પાર્ટી મજબૂત હતી.

ભારતીય જનતા પાર્ટી

લોકસભા ચૂંટણીમાં દેશને પ્રથમ ભાજપી સાંસદ આપ્યા બાદ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પાછું વળીને જોયું નથી. ગુજરાત લોકસભા ચૂંટણી 2024 પણ ભાજપ મજબૂત સ્થિતિમાં છે. જાણો અહીં

ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ : 1962

લોકસભા ચૂંટણી પરિણામ ગુજરાતમાં 1962 માં ટોટલ 22 સીટ હતી. જેમાં 16 સીટ કોંગ્રેસને મળી હતી જયારે ભાજપએ પોતાનું ખાતું પણ ખોલ્યું ન હતું. અન્યમાં સ્વતંત્ર પાર્ટીને 4, PSP 1, NGJP 1 સીટ મળી હતી.

ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ : 1967

જયારે વર્ષ 1967 માં લોકસભા ચૂંટણી પરિણામમાં ગુજરાતમાં 2 સીટનો વધારો થતા ટોટલ 24 સીટ હતી જેમાં 11 કોંગ્રેસને મળી જયારે ભાજપએ કાંઈ પ્રોગ્રેસ ન કરતા ઝીરો પરજ અટક્યું હતું. જયારે અન્યમાં સ્વતંત્ર પાર્ટીને 12 અને અપક્ષને એકજ સીટ મળી હતી.

ગુજરાત પરિણામ : 1971 અને 1977

એવીજ રીતે 1971 માં પણ ભાજપ પોતાનું ખાતું ન ખોલાવી શક્યું અને ટોટલ 24 માંથી 11 સીટ કોંગ્રેસને બાકી અન્યને મળી હતી. વર્ષ 1977 માં 2 સીટમાં વધારો કરતા ટોટલ 26 સીટ મળી જેમાં કોંગ્રેસને 10 મળી હતી અને ભાજપ હજુ પણ એક પણ સીટ હાંસિલ કરી શક્યું ન હતું. જયારે JP ને 16 મળી હતી.

ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ : 1980

વર્ષ 1980 ના લોકસભા રિઝલ્ટમાં પણ ભાજપની હાલત દયાજનક હતી, ત્યારે કોંગ્રેસને ટોટલ 26 માંથી 25, ભાજપને 0 અને JP 1 મળી હતી.

રાજીવ ગાંધીનો રેકોર્ડ તૂટી શકે?

1984 માં ઇન્દિરા ગાંધી લહેરમાં રાજીવ ગાંધીને 414 સીટ મળી હતી. જોવાનું એ રહશે કે શું મોદી 415 સીટ જીતીને 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે કે કેમ?

ગુજરાત પરિણામ : 1991 અને 1996

1991 માં ટોટલ 26 સીટ માંથી કોંગ્રેસને માત્ર 5 સીટ મળી અને એવું સાબિત થઇ રહ્યું હતું કે ભાજપ 20 સીટ પર વિજય મેળવી તેનો ચાર્મ બનાવી રહી છે. જયારે 1996 માં 26 માંથી કોંગ્રેસએ 26 માંથી 10 પર અને બીજેપીએ 16 સીટ પર વિજય મેળવ્યો હતો.

ગુજરાત પરિણામ : 1998 અને 1999

વર્ષ 1998 માં 26 સીટ માંથી કોંગ્રેસને 7 અને બીજેપી 19 સીટ પર બાજી મારી હતી. વર્ષ 1999 માં ટોટલ 26 સીટ માંથી કોંગ્રેસને માત્ર 6 સીટ અને બીજેપીને 20 સીટ મળી હતી.

2004 અને 2009

ગુજરાતમાં 26 લોકસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસને ફરી ભાજપે પાછળ છોડ્યું અને 14 સીટ પર વિજય મેળવ્યો જયારે 12 સીટ કોંગ્રેસને મળી. વર્ષ 2009 માં 26 સીટ માંથી 15 ભાજપ લઇ ગયું અને 11 કોંગ્રેસને મળી.

2014 અને 2019

વર્ષ 2014 લોકસભા રિઝલ્ટમાં ગુજરાતમાં 26 માંથી ઇતિહાસમાં પહેલી વાર કોંગ્રેસએ ખાતું ખોલાવ્યું નહિ જયારે બધીજ 26 બેઠક પર બીજેપીની જીત થઇ હતી. જયારે 2019 માં પણ વર્ષ 2014 જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. બધીજ સીટ પર ભાજપનો વિજય થયો હતો.

શું મોદીનો આ રેકોર્ડ તૂટશે?

મોદી આ ચૂંટણી હારશે તો 23 વર્ષમાં પહેલીવાર તેમના નેતૃત્વમાં પાર્ટી હારશે. 2001 માં સીએમ બન્યા પછી તેમના નેતૃત્વમાં બીજેપી ક્યારેય ગુજરાત કે કેન્દ્રમાં હાર્યું નથી.

લોક સભા ચૂંટણીના તબક્કા બાદ આજે મતગણતરી થઇ રહી છે. આજના પરિણામો એક નહિ પણ અનેક રીતે ઐતિહાસિક પુરવાર થાય એવી શક્યતા છે. આજના પરિણામો શા માટે સીમાચિહ્નરૂપ છે? જાણો અહીં