ગુજરાતની મોટી દુર્ઘટનાઓ : કેસ ક્યાં પહોંચ્યા?

May 29, 2024, 06:56 PM

સુરત તક્ષશિલા આગ

મે 24, 2019 પીડિતો: 22 મોત સુરત તક્ષશિલા આર્કેડમાં કોચિંગ ક્લાસિસમાં આગ લાગી હતી, જેમાં 22 ના મોત થયા હતા, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. 14 ની ધરપકડ થઈ હતી, આરોપીઓ જામીન પર બહાર, કેસ સુરત જિલ્લા સેશન્સ કોર્ટમાં પેન્ડિગ.

અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં આગ

ઓગસ્ટ 8, 2020 પીડિતો: 8 મોત અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ દુર્ઘટનામાં આઠ કોરોના દર્દીઓના આગમાં મોત થયા હતા. શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી અને સંચાલક ભરત મહંત સામે કેસ નોંધામાં આવ્યો હતો. મહંતને બાદમાં જામીન પર છોડવામાં આવ્યો હતો. અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ત્રણેય આરોપીઓ સામેના ફોજદારી કેસની સુનાવણી ચાલી રહી

રાજકોટ હોસ્પિટલમાં આગ

નવેમ્બર 27, 2020 પીડિતો: 5 મોત રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવાથી 5 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં મૂળ કંપની ગોકુલ લાઈફ કેર પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અને બે ડોક્ટર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તમામ જામીન પર બહાર છે.

ભરૂચ હોસ્પિટલમાં આગ

મે 1, 2021 પીડિતોઃ 18 મોત, જેમાંથી 11 મહિલાઓ હતી ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ દુર્ઘટનામાં બે નર્સ સહિત 18 ના મોત થયા હતા. મુખ્ય જિલ્લા તબીબી અધિકારીને દોષી ઠેરવ્યા હતા, ભરૂચની મેજીસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી કેસ ચાલી રહ્યો

મોરબી ઝૂલતો પુલ ધરાશાયી

ઑક્ટોબર 30, 2022 પીડિતો: 55 બાળકો સહિત 135 ના મોત મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત, ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિત 10 લોકોની ધરપકડ થઈ, સુપ્રીમ કોર્ટમાં જામીન મળ્યા, મોરબીની સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ.

અમદાવાદ 1 ફ્લેટમાં આગ

જાન્યુઆરી 7, 2023 પીડિત - 17 વર્ષની યુવતીનું મોત શાહીબાગમાં બહુમાળી એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં 17 વર્ષની છોકરીનું મોત થયું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો.

અમદાવાદ રાજસ્થાન હોસ્પિટલમાં આગ

જુલાઈ 30, 2023 કોઈ મોત નહીં, FIR નહીં બિલ્ડિંગના ભોંયરામાં શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થવાના કારણે હોસ્પિટલમાં આગ ફાટી નીકળી, કોઈ જાનહાનિ નહીં, કોઈ FIR નોંધાઈ નહી.

વડોદરા બોટ દુર્ઘટના

જાન્યુઆરી 18, 2024 પીડિતો: 14 મોત, જેમાંથી 12 બાળકો હતા વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં એક હોડી પલટી જતાં પિકનિક પર ગયેલા 12 બાળકો અને બે શિક્ષકો સહિત 14 લોકોનાં મોત થયાં હતાં, 20 ધરપકડ, 14 ને જામીન, 5 ક્ટડીમાં, એકનું મોત

રાજકોટ ગમિંગ ઝોન આગ

મે 25, 2024 પીડિતો: 28 મોત રાજકોટ ગેમિંગ ઝોન આગ દુર્ઘટનામાં 28 લોકોના મોત થયા છે, આ કેસનો મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ આગમાં મોત થયું છે. તો પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી.