ગોવાથી પણ સુંદર છે ગુજરાતના આ બીચ, દિવાળીમાં અચૂક  ફરવા  જાવ...

Oct 23, 2022

Ajay Saroya

શિવરાજપુર બીચ આ બીચ દ્વારકાથી 12 KM  દૂર છે,  દરિયાનું વાદળી  રંગનું પાણી પ્રવાસીઓને  આકર્ષે છે.

માધવપુર બીચ - પોરબંદરથી 58 KMના અંતરે આ બીચ આવેલુ છે, તમે ત્યાંથી સોમનાથ પણ જઇ શકો છો.

તીથલ બીચ - વલસાડથી માત્ર  4 કિમી દૂર આવેલું આ બીચ બહુ જ સુંદર છે.

માંડવી બીચ -  કચ્છના દરિયા કિનારે માંડવીના બીચ પર સૂર્યાસ્તની પળ માણવા જેવી છે.

પીંગ્લેશ્વર બીચ - કચ્છમાં માંડવી નજીક આવેલા આ સોનેરી રેતાળ બીચની અચૂક મુલાકાત લેવી જોઇએ.

ડુમસ બીચ - સુરતની નજીક આવેલો ડુમસ બીચ તેની કાળી રેતી માટે પ્રખ્યાત છે.

દાંડી બીચ નમક સત્યાગ્રહથી  જાણીતું થયેલું દાંડી તેના સુંદર દરિયા કિનારના લીધે પણ પ્રખ્યાત છે.

અહમદ પુર બીચ -  દીવની નજીક આવેલું  આ બીચ ગુજરાતનું  ઓછું જાણીતું બીચ છે

મહુવા બીચ - ભાવનગરના દરિયા કિનારે આવેલું મહુવા બીચ તેની કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત છે.