IPL 2023: ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન બનવા તરફ આગળ

May 16, 2023

Ashish Goyal

ગુજરાત ટાઇટન્સ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની.

સનરાઇઝર્સે ટોસ જીતી બોલિંગ લીધી પરંતુ ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન અને બોલર્સ સામે જીતી ન શક્યા

શુભમન ગિલ જીટી તરફથી સદી બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો. 58 બોલમાં 13 ફોર, 1 સિક્સર સાથે 101 રન બનાવ્યા.

ગુજરાતે 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 9 વિકેટે 154 રન બનાવી શક્યું હતું

હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 30 રનમાં 5 વિકેટ ઝડપી

મોહમ્મદ શમી અને મોહિત શર્માએ 4-4 વિકેટ ઝડપી હતી. યશ દયાલને 1 વિકેટ મળી

ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 34 રને વિજય મેળવ્યો હતો

આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે 18 પોઇન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન બનાવ્યું છે. આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની