Nov 17, 2025
ગુજરાતમાં જોવાલાયક ઘણા સ્થળો છે, જેમા તીર્થધામ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર પ્રવાસ સ્થળો સામેલ છે. જો તમે પાવાગઢ મહાકાળી મંદિરના દર્શન કરવા જાવ તો હવે 5 સ્થળોની મુલાકાત લેવાનું ન ભૂલતા.
પાવાગઢ મહાકાળી મંદિર ગુજરાતની પ્રસિદ્ધ તીર્થધામ છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલું પાવાગઢ મંદિર દેવી સતીના 52 શક્તિપીઠોમાં સામેલ છે. દર્શનાર્થીઓની સુવિધા માટે પાવાગઢની ટોપર સુધી રોપ વે સુવિધા પણ ઉપલબ્ધ છે.
ચાંપાનેર પાવાગઢ પર્વતની તળેટીમાં વસેલું પ્રાચીન નગર છે, જે યુનેસ્કો દ્વારા સંરક્ષિત છે. સુલતાન મહમદ બેગડાની રાજધાની ચાંપાનેર સુંદર કોતરણી શિલ્પ સ્થાપત્ય માટે વખણાય છે.
ચોમાસાના વરસાદ બાદ ખુણિયા મહાદેવ ધોધ જીવંત થઇ જાય છે. પહાડ પરથી નીચે પડતા પાણીનો ધોધ જોઇ પ્રવાસીઓ આનંદિત થાય છે. શહેરના ઘોંઘાટથી દૂર કુદરતી વાતાવરણમાં અહીં મનને અદભુત શાંતિ મળે છે.
જંડ હનુમાન મંદિર પંચમહાલના જાંબુધોડા અભ્યારણમાં આવેલું 500 જુનું તીર્થસ્થાન છે. અહીં પ્રાચીન હનુમાન મંદિર, ઐતિહાસિક સ્થાપત્યો જોવા મળે છે. લોક માન્યતા મુજબ વનવાસ કાળમાં પાંડવો અહીં રોકાયા હતા.
હાથણી માતા ધોધ જાંબુઘોડાથી 16 કિમી દૂર છે. હાલોલ થી પાવાગઢ અને શીવરાજપુર થઈને પણ હાથણી ધોધ જઇ શકાય છે. પ્રકૃતિના ખોળે પ્રવાસઓ હાથણી માતા ધોધ નીચે નાહ્વાની મજા માણી શકે છે.
પાવાગઢથ 15 કિમી દૂર ચમત્કારી બાબા દેવ મંદિર આવેલું છે, જેને ચેલાવાડા મંદિર પણ કહેવાય છે. અહીં બાબા દેવના બે મંદિર છે એક ડુંગળી ઉપર અને બીજું તળેટીમાં. ડુંગળી ઉપર મંદિર નજીક બાબા દેવની ગુફા છે.