Nov 03, 2025
અહીં કુદરતી સૌંદર્યથી ભરપૂર એક વન ડે પિકનિક માટે ઉત્તમ સ્થળની જાણકારી આપી છે. જ્યાંનો કુદરતી નજારો જોઇ તમે કેરળના પ્રવાસ પર હોવાનો અનુભવ કરશો.
સાબરકાંઠાના ભીલોડા જિલ્લામાં વિશાળ ડેમ વચ્ચે 1000 વર્ષ જૂનું પ્રાચીન ભવનાથ મંદિર આવેલું છે. કિનારેથી ડેમ વચ્ચે ભવનાથ મંદિર સુધી પહોંચવા માટે પાક્કો રસ્તો બનેલો છે, તેથી કાર અને બાઇક લઇન જઇ શકાય છે.
ભીલોડામાં ઇન્દ્રાશી નદી કિનારે ઇન્દ્રાશી ડેમ બાંધવામાં આવેલો છે. આ ડેમ હંમેશા પાણીથી છલોછલ હોય છે. ખાસ કરીને ચોમાસા બાદ અહીંનું કુદરતી સૌંદર્ય જોવાલાયક હોય છે.
ઇન્દ્રાશી ડેમના કિનારથી વચ્ચે આવેલા આવેલા ભવનાથ મંદિર સુધી પહોંચવાનો રસ્તો જ કોઇ ફિલ્મ દ્રશ્ય જેવો દેખાય છે. બંને બાજુ પાણી વચ્ચે રસ્તા પરથી પસાર થતી વખતે કુદરતી સૌંદર્ય નજારો જોઇ આશ્ચર્ય થાય છે.
ઇન્દ્રાશી ડેમની ચારેય બાજુ અરવલ્લીના પહાડો આવેલા છે. વરસાદ બાદ પહાડો લીલી ચાદર ઓઢેલા હોય તેવું લાગે છે.
ભવનાથ મંદિર પહોંચવાના રસ્તા પર પ્રાચીન છત્રીઓ આવેલી છે. જે મોટાભાગે પાણીમાં ડુબેલી હોય છે.
અમદાવાદથી ભીલોડાનું ભવનાથ મંદિર 126 કિમી દૂર છે. અમદાવાદથી હિંમતનગર થઇ બે થી અઢી કલાકમાં ભવનાથ મંદિર પહોંચી શકાય છે.
અમદાવાદ અને તેની આસપાસ ફરવા માટે ઘણા સ્થળો છે, જ્યાં પાર્ટનર, પરિવાર અને મિત્રો સાથે ફરવા જઇ શકાય છે.