ખજૂરના ઠળિયાના સ્વાસ્થ્ય ફાયદા, જાણીને ચોંકી જશો

Jan 02, 2026, 05:44 PM
Photo Credit : Freepik

ખજૂરના ઠળિયા બહુ ઉપયોગી

ડ્રાયફૂટ્સ શરીરના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. તેમાં પોષકતત્વો ભરપૂર હોય છે, જે શરીરને લાંબા સમય સુધી નીરોગી અને ઉર્જાવાન રાખે છે. તેમા ખજૂરના ઠળિયા પણ સામેલ છે.

Photo Credit : Freepik

ખજૂરના ઠળિયાના ફાયદા

સામાન્ય રીતે આપણે ખજૂર ખાધા બાદ તેના ઠળિયા કચરો સમજી ફેંકી દઇયે છીએ. અહીં ખજૂરના ઠળિયાના અમુક એવા ફાયદા વિશે જણાવીશું, જે જાણીને તમે ચોંકી જશો. ચાલો ખજૂરના ઠળિયાના ફાયદા વિશે વિગતવાર જાણીયે.

Photo Credit : Freepik

ખજૂરના ઠળિયામાં પોષક તત્વો

ખજૂરના ઠળિયામાં ફાઇબર પ્રોટીન, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટ, આયરન, કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ અને એન્ટિ ઓક્ટિડેન્ટ્સ (જેમ કે, ફેનોલિક્સ, ઓલિક એસિડ, પોલિફેનોલ્સ) વગેરે ભરપૂર પ્રમાણમાં હોય છે.

Photo Credit : Freepik

લોહીની ઉણપ દૂર થશે

જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેમણે આહારમાં ખજૂરના ઠળિયાનો સમાવેશ કરવો જોઇએ. તેમા રહેલું આયર્ન શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે.

Photo Credit : Freepik

ડાયાબિટીસમાં ગુણકારી

જો લોકો ડાયાબિટીસની ગંભીર બીમારીથી પરેશાન છે, તેમની માટે ખજૂરના ઠળિયા અમૃતથી ઓછા નથી. તે બ્લડ શુગર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

Photo Credit : Freepik

કિડની સ્ટોનમાં રાહત

જે વ્યક્તિ કિડનીમાં પથરીની સમસ્યાથી પરેશાન છે, તેમણે ખજૂરના ઠળિયાનું સેવન કરવું જોઇએ, કારણ કે તેમા પથરી ઓગાળનાર ગુણધર્મો હોય છે.

Photo Credit : Freepik

ખજૂરના ઠળિયાનું સેવન કેવી રીતે કરવું?

ખજૂરના ઠળિયાનું સેવન વિવિધ રીતે કરી શકાય છે. ખજૂરના ઠળિયાનો પાઉડર બનાવી દૂધ કે પાણી સાથે સેવન કરી શકાય છે.

Photo Credit : Freepik

ખજૂરના ઠળિયાનું સેવન મર્યાદિત કરો

ખજૂરના ઠળિયાનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઇએ. તેમજ યોગ્ય આરોગ્ય નિષ્ણાંત પાસેથી સલાહ મેળવ્યા બાદ જ તેમના માર્ગદર્શન મુજબ ખજૂરના ઠળિયાનું સેવન કરવું જોઇએ, નહીંત્તર સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ શકે છે.

Photo Credit : Freepik

Disclaimer

આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઇ પણ સમસ્યા હોય તો આરોગ્ય નિષ્ણાંતની સલાહ લેવી.

Photo Credit : Freepik