Health Tips: ગેસ પર ફુલાવેલી રોટલી ખાવાથી કેન્સર થવાનું જોખમ

Nov 17, 2024, 12:44 PM

રોટલી

રોટલી ભારતીય ભોજનનો મુખ્ય ખોરાક છે. ઘણા લોકો રોટલી ફુલાવવા માટે સીધી ગેસ આંચ પર શેકતા હોય છે. જો કે આ રીતે શેકેલી રોટલી શરીર માટે નુકસાન પહોંચાડી શકે છે.

રોટલી ખાનાર સાવધાન

સોનીપતની એન્ડ્રોમેડા કેન્સર હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજી ડો.બબીતા બંસલના જણાવ્યા અનુસાર, સીધા ગેસની આંચ રોટલી શેકવાથી કાર્સિનોજેનિક સંયોજનો ઉત્પન્ન થઈ શકે છે જે કેન્સરનું કારણ બની શકે છે.

સીધી ગેસ આંચ પર રોટલી ફુલાવવી હાનિકારક

ડો બંસલના કહે છે - રોટલી સીધી ગેસની આંચ પર શેકવાથી ઉંચા તાપમાનના સંપર્કમાં આવે છે. જેનાથી એક્રિલામાઇડ, હીટરોસાયકલિક એમાઇન્સ અને પોલિસાયક્લીક એરોમેટિક હાઇડ્રોકાર્બન રસાયણ ઉત્પન્ન થાય છે.

કેન્સર થવાનું જોખમ

તેઓ ઉમેરે છે, આ ખતરનાક કેમિકલ જેનાથી કેમિકલ થાય છે. માનવ અને પ્રાણી પર થયેલા સંશોધન મુજબ પીએએચ અને એચસીએ પેટ, યકૃત અને કોલોન સહિતના જીવલેણ રોગો થવાની શક્યતા વધારે છે.

ગેસ પર રોટલી કેવી રીતે શેકવી

ગેસની આંચ પર રોટલી ફુલાવતી વખતે દાઝે નહીં તેનું ધ્યાન રાખો. રોટલી વારંવાર તવા પર પલટાવી દો. ખાવાની પહેલા બળી ગયેલા ભાગોને દૂર કરીને જોખમી પદાર્થોના સંપર્કમાં આવવાથી પણ ઘટાડી શકાય છે.

ગેસ આંચ પર નહીં તવા પર રોટલી ફુલાવો

રોટલી ગેસ આંચ પર સીધી ફુલાવવાના બદલે તવા પર શેકો. તવા પર રોટલી શેકવાથી પીએએચ અને એક્રિલામાઇડ રસામણ ઉત્પન્ન થતું નથી.

ડિસ્ક્લેમર

આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.