રોપ વે ઉંચાઇ પર આવેલા સ્થળો પર અવરજવર સરળ બનાવે છે. ભારતમાં એશિયાનો પ્રથમ દુનિયાનો બીજો સૌથી લાંબો રોપ વે બનવાનો છે.
આ રોપ વે ભારતના હિમાચલ પ્રદેશમાં શિમલામાં બનાવવામાં આવશે. આ શિમલા આવવું જવવું સરળ બનશે. પ્રવાસીઓ રોપ વે બેસી આકાશમાંથી શિમલાનો સુંદર નજારો માણી શકશે.
શિમલા રોપ વે 13.79 કિમી લાંબો હશે, તેમા 220 જેટલી ટ્રોલ લગાવવામાં આવશે, જે પાછળથી વધારી 660 સુધી લઇ જઇ શકાશે. તેમા 14 સ્ટોપેજ બનાવાશે. આ રોપ વે 60 કિમી વિસ્તારને આવરી લેશે.
આ પ્રોજેક્ટનું નામ તારા દેવી શિમા રોપ વે પ્રોજેક્ટ છે. રોપ વે તારા દેવીથી જુના બસ સ્ટેશન અને શિમલાના અન્ય વિસ્તારોમાં પહોંચશે. તારા દેવી, ચક્કર, કોર્ટ પરિસર, ટૂટીકંડી પાર્કિંગ, ન્યુ ISBT, 103 ટનલ, રેલવે સ્ટેશન, વિક્ટ્રી ટનલ, જુના બસ સ્ટેન્ડ, લક્કડ માર્કેટ, IGMC, સંજૌલી, નવબહારને સ્ટેશન બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે.
શિમલા રોપ વે પ્રોજેક્ટ નિર્માણ પાછળ 5000 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થવાનો અંદાજ છે. રોપ વે સુવિધા શરૂ થતા શિમલા અને આસપાસના વિસ્તારમાં અવરજવર સરળ બનશે.
તાજેતરમાં શિમલા રોપે વે પ્રોજેક્ટની નિર્માણ કામગીરી ટુંક સમયમાં શરૂ થવાની છે. આ રોપ વે પ્રોજેક્ટ 5 વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે.
આ રોપ વે શિમલા થી પરવાણુ શહેરને જોડશે. રોડ માર્ગે આ બંને શહેર વચ્ચેનું 80 કિમી અંતર કાપવામાં 2 થી 3 કલાક લાગે છે. આ રોપ વે શરૂ થતા 1 કલાકમાં 2000 લોકો અવરજવર કરી શકશે.
શિમલા ભારતનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. ઉંચા પહાડ, લીલાછમ વૃક્ષો અને ગઢ જંગલ, ઠંડી હવા, સૂર્યોદય અને સૂર્યોસ્તનો નજારો, શિયાળામાં હિમવર્ષાની મજા માણવા લાખો લોકો દર વર્ષે શિમલા આવે છે. રોપ વે શરૂ થતા પ્રવાસીઓ માટે શિમલા આવવું સરળ બનશે.
દુનિયાનો સૌથી લાંબો રોપ વે બોલીવિયાના પાટનગર લા પાઝમાં છે. આ રોપ વે 33 કિમી લાંબો છે.