હોળી 2023: આ વર્ષે હોળીના તહેવારની ક્યારે થશે ઉજવણી
Feb 28, 2023
shivani chauhan
હોળી 2023:હિંદુ કેલેન્ડરની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક, હોળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
હોળી 2023:જેને "રંગોનો તહેવાર" તરીકે પણ ઓળખવામાં આવે છે, આ તહેવારની ઉજવણી દરેક જગ્યાએ અલગ અલગ રીતે થાય છે ,સમગ્ર વિશ્વમાં ભારતીયો હોળીના તહેવારની ઉજવણી ખૂબ જ આનંદ સાથે કરે છે.
હોળી 2023:
આ તહેવારને પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરામાં "ડોલ જાત્રા" અથવા "વસંત ઉત્સવ" તરીકે પણ ઓળખવામાં આવે છે.
હોળી 2023:
હિંદુ કેલેન્ડર મુજબ ફાગણ મહિનામાં પૂર્ણિમાની સાંજે અથવા પૂર્ણિમાના દિવસે હોળીની ઉજવણી શરૂ થાય છે.
હોળી 2023:
આ વર્ષે, ઘૂળેટી 8 માર્ચે ઉજવવામાં આવશે, જે બુધવાર છે. હોલિકા દહન 7 માર્ચ મંગળવારના રોજ થશે.
હોળી 2023:
દ્રિક પંચાંગ અનુસાર, પૂર્ણિમા તિથિ 7 માર્ચે સાંજે 4:17 વાગ્યે શરૂ થાય છે અને 8 માર્ચે સાંજે 6:09 વાગ્યે સમાપ્ત થાય છે.