મથુરા વૃંદાવનની હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. હોળીનો તહેવારનો સંબંધ શ્રીકૃષ્ણ અને રાધા સાથે છે. ભગવાન સાથે હોળી રમવા દેશ- વિદેશથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. બરસાનાની લઠ્ઠમાર હોળી જોવાની બહુ મજા પડશે.
પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતનમાં હોળી વસંત ઉત્સવ તરીકે ઉજવાય છે. આની શરૂઆત રવિન્દ્રનાથ ટાગોર દ્વારા થઇ હતી. આ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ, નૃત્ય, ગીત અને કવિતાઓ અને એકબીજાને રંગ લગાવી ઉજવણી કરવામાં આવે છે.
પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતનમાં હોળી વસંત ઉત્સવ તરીકે ઉજવાય છે. આની શરૂઆત રવિન્દ્રનાથ ટાગોર દ્વારા થઇ હતી. આ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ, નૃત્ય, ગીત અને કવિતાઓ અને એકબીજાને રંગ લગાવી ઉજવણી કરવામાં આવે છે.
વારાણસીમાં ગંગા નદીના ઘાટ આધ્યાત્મિક હોળીની ઉજવણી થાય છે, જેમાં પરંપરાગત સંગીત, નૃત્ય અને ભાંગ સાથે ધાર્મિક વિધિઓ, હોલીકા દહન અને રંગોનું મહત્વ દર્શાવે છે.
પંજાબમાં આનંદપુર સાહિબ દ્વારા હોળીની ખાસ ઉજવણી કરવામાં આવે છે, જેમાં નિહંગો માર્શલ આર્ટના કરતબ રજૂ કરે છે. અહીં ત્રણ દિવસીય ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો તખ્ત શ્રી કેશગઢ સાહિબના દર્શને આવે છે.
સાંગલા હિમાલયના પર્વત પર હોળીની ઉજવણી માટે એક ખાસ સ્થળ છે. અહીં ઈકો ફ્રેન્ડલી કલરથી હોળી રમાય છે. તહેવારમાં પરંપરાગત નૃત્યો, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા લોકો આવે છે.
રાજસ્થાનનું પુષ્કર તેના ધાર્મિક સ્થળ અને કલરફુલ બજાર માટે જાણીતું છે. હોળી પર ઊંટની રેસથી માંડીને પરંપરાગત સંગીત અને નૃત્ય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે.
મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો સિટીમાં હોળી પર ખાસ ડીજી પાર્ટીનું આયોજન થાય છે. જેમા ડીજી મ્યુઝિક સાથે હોળી રમી તમારા તહેવારને યાદગાર બનાવી શકો છે.. (Source: Youtube)