ભારતમાં કોઈપણ તહેવાર મીઠાઈ વગર અધુરો છે ત્યારે અત્યારે હોળીનો તહેવાર છે.
ગામડાઓમાં હોળી પર પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ત્યારે તમે આ હોળી પર માલપુવા બનાવી શકો છો.
અહીં માલપુવાની પરફેક્ટ રેસીપી આપવામાં આવી છે. જેનાથી માલપુવા તૂટશે કે ફાટશે નહીં તો રેસીપી નોંધી લો.
એક કપ ગોળ, એક કપ પાણી, એક કપ ઘઉંનો ઝીણો લોટ, અડધી ચમચી ઈલાયચી પાઉડર, અડધી ચમચી વરિયાળી પાઉડર, તેલ, ડ્રાયફ્રૂટ્સ
એક બાઉલમાં એક કપ ઝીણો સમારેલો ગોળ લો અને તેમાં એક કપ હુંફાળું પાણી ઉમેરીને ગોળ ઓગાળો.
ત્યાર બાદ ગોળના પાણીમાં ઘઉંનો ઝીણો લોટ લઈને ધીમે ધીમે હલાતવા જઈને ફાઈન ખીરું બનાવો. ધ્યાન રાખવું કે ખીરામાં ગાંઠો ન પડે. ઢાંકીને 15 મીનિટ રેસ્ટ કરવા દો.
15 મીનિટ પછી તેમાં અડધી ચમચી ઈલાયચી પાઉડર અને અડધી ચમચી વરિયાળી પાઉડર ઉમેરો.સારી રીતે બેટર મીક્સ કરી લઈશું.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને ચમચીની મદદથી નાના આકાર થાય એમ બેટર રેડો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી માલપુવા તળો.
માલપુવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેને ઝારાની મદદથી બહાર કાઢીને પ્લેટમાં રાખો અને ઉપરથી ડ્રાયફ્રૂટની કતરણથી ગાર્નિશ કરો.