સફળ કેવી રીતે બનશો?

Nov 08, 2022

Haresh Suthar

ઉંચી ઇમારત જેવી સફળતા કોને ન ગમે?  દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થવા ઇચ્છતી હોય છે. પરંતુ ઘણા પોતાને નિષ્ફળ માને છે. જોકે સફળતા પર કોઇનો ઇજારો નથી. કુદરતે દરેકને શક્તિઓ આપેલી જ છે. પરંતુ એનો ઉપયોગ જે બખૂબી કરી જાણે છે એ સફળતાને પ્રાપ્ત કરે છે. આવો જાણીએ સફળતાના મંત્ર....

Be Proactive (જવાબદાર બનો) 

પ્રોએક્ટિવ થવાનો મતલબ છે કે પોતાની જીંદગી માટે જાતે જવાબદાર બનો. ઓછા સંશાધનો કે બીજાઓને દોષ આપવાને બદલે પરિસ્થિતિને સમજી જાતે એનો ઉકેલ લાવતા શીખો

Be PrEPARED (તૈયાર રહો) 

હંમેશા તૈયાર રહો. જીવનમાં ખરાબમાં ખરાબ કે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ સામે આવીને ઉભી રહે તો એને કેવી રીતે ઉકેલવી એ બાબતને લઇને હંમેશા તૈયાર રહો. ક્યારેય નાસીપાસ ન થશો.

SET GOALS (લક્ષ્ય નક્કી કરો) 

જીવનમાં શું કરવું છે, શું બનવું છે એ અંગેનો રોડ મેપ તૈયાર કરો અને એ અંગેનું લક્ષ્ય નક્કી કરો. ગમે તેવી ભારે અચૂક શક્તિને પણ જો લક્ષ્ય ન હોય તો એ શક્તિ નકામી સાબિત થાય છે.

PRIORITY (પ્રાથમિકતા નક્કી કરો) 

સફળતા માટે પ્રાથમિકતાની સમજ હોવી જરૂરી છે. કામના મહત્વને આધારે એની પ્રાથમિકતા આપી પૂર્ણ કરવું જરૂરી છે. કામની પ્રાથમિકતા આવડી તો સમજો બેડો પાર.

SAY NO (ના કહેતા શીખો) 

જીવનમાં ક્યારેક ના કહેવી પણ જરૂરી છે. જ્યારે તમને લાગે કે અહીં ના કહેવી જરૂરી છે તો નિ:સંકોચ ના કહી દો. થોડો સમય ખોટું લાગશે પરંતુ એ તમારા માટે ઉપયોગી સાબિત થશે.

DEDICATION (સમર્પણ) 

ડેડિકેશન એટલે કે સમર્પણ. તમારા ગોલ માટે પૂર્ણ રીતે સમર્પિત થવું જરૂરી છે. ટૂંકમાં એમ કહી શકાય કે, જે કાર્ય કરો તે બધી રીતે લક્ષ્ય માટે પૂર્ણ રીતે સમર્પિત હોવું જોઇએ.

SMART WORK  ( સ્માર્ટ વર્ક) 

કડી મહેન્ત એ જ સફળતાનો રસ્તો છે. ટેકનોલોજીના સમયમાં પણ વર્કનું મહત્વ તો એટલું જ છે. પરંતુ જો સ્માર્ટ વર્ક કરવામાં આવે તો સફળતાનો રસ્તો આસાન બની જાય છે.

Be POSITIVE (સકારાત્મક બનો) 

નિષ્ફળતાઓથી ડરવું નહીં અને નકારાત્મક બાબતોને મનમાં આવવા દેશો નહીં. હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધતા રહવું. હિમંતે મર્દા તો મદદે ખુદા...