ખર્ચ ઘટાડવાના અને નાણાંની બચત કરવાના સરળ ઉપાયો

Feb 10, 2023

Ajay Saroya

આજના સમયમાં નાણાંની બચત કરવી બહુ જરૂરી છે. 

આજે કરેલી બચત આપણને આવતીકાલની નાણાંકીય મુશ્કેલીમાંથી બચાવશે

તમે ઘણી રીતે નાણાંની બચત કરીને અને ખર્ચ ઘટાડીને તમારા ભવિષ્યને સુરક્ષિત કરી શકો છો

સૌથી પહેલા તમારા બિન જરૂર ખર્ચ ઉપર કાપ મૂકો, તેની માટે તમારા ખર્ચાઓની એક યાદી બનાવો 

પર્સનલ વાહનના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ કે વ્હિકલ શેરિંગનો વિકલ્પ અપનાવો

મોજશોખ પાછળના ખર્ચમાં ઘટાડો કરો

હોટેલ કે રેસ્ટોરન્ટમાં વધારે જમવાના બદલે ઘરે ભાવતું ભોજન જમવાનું રાખો

મલ્ટિપ્લેક્સમાં મૂવી જોવાનું અને નકામી શોપિંગ કરવાનું ટાળો, તેનાથી બિન જરૂરી ખર્ચ ઘટશે

ઘરમાં જરૂર હોય તો જ નોકર રાખો અથવા તો કેટલાંક કામ જાત કરવાનું રાખો

નવરાં બેસી રહેવાના બદલે એક્સ્ટ્રા ઇન્કમ થાય તેવી નોકરી કે બિઝનેસ કે કોઇ કામકાજ કરો

લાંબી ટુર પર જવાના બદલે વન-ડે પિકનિકનો પ્લાન કરો, તેનાથી ટાઇમ અને મની બંને બચશે

સંયુક્ત પરિવારમાં રહેવાનું રાખો, તેનાથી ખર્ચ પણ ઘટશે અને જીવન જીવવામાં મજા આવશે