ICC T20 બેટિંગ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ નંબર વન

ICC T20 બેટિંગ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ નંબર વન

Photos@instagram

Nov 24, 2022

Haresh Suthar

ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ICC T20 રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આઇસીસી ટી20 રેન્કિંગમાં 890 પોઇન્ટ સાથે મોખરે છે

સૂર્યકુમાર યાદવ

Photos@instagram

ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 મેચમાં 111 રનની અણનમ ઇનિંગ્સને પગેલ વધુ 31 પોઇન્ટ ઉમેરાયા છે. કુલ 890 પોઇન્ટ સાથે તે નંબર 1 સ્થાને છે.

સૂર્યકુમાર યાદવ

Photos@instagram

ટી-20 રેન્કિંગમાં વિરાટ 2 સ્થાન નીચે આવ્યો છે. 650 પોઇન્ટ સાથે 13મા સ્થાને છે. જ્યારે વન ડે રેન્કિંગની વાત કરીએ તો વિરાટ કોહલી છઠ્ઠા ક્રમે છે.

વિરાટ કોહલી

Photos@instagram

ટી 20 રેન્કિંગમાં લોકેશ રાહુલ પણ 2 સ્થાન નીચે ઉતર્યો છે. હાલમાં 582 પોઇન્ટ સાથે તે 19મા સ્થાન પર છે

લોકેશ રાહુલ

Photos@instagram

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રણ સ્થાન નીચે ઉતર્યો છે અને 579 પોઇન્ટ સાથે 21મા સ્થાને છે. જ્યારે વનડે રેન્કિંગમાં આઠમા સ્થાને છે.

રોહિત શર્મા

Photos@instagram

ટી 20 બોલર રેન્કિંગમાં ટોપ 10માં કોઇ ભારતીય બોલર નથી. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર 647 પોઇન્ટ સાથે 11મા સ્થાને છે

ભુવનેશ્વર કુમાર

Photos@instagram

ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ 616 પોઇન્ટ સાથે 21 મા સ્થાન પર છે. જે અગાઉ કરતાં એક સ્થાન ઉપર આવ્યો છે.

અર્શદીપ સિંહ

Photos@instagram

ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન એક સ્થાન ઉતર્યો છે અને હાલમાં 606 પોઇન્ટ સાથે ટી 20 બોલર રેન્કિંગમાં 22 મા સ્થાન પર છે

રવિચંદ્રન અશ્વિન

Photos@instagram

ટી-20 ઓલ રાઉન્ડર રેન્કિંગની વાત કરીએ તો હાર્દિક પંડ્યા 194 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. અફઘાનિસ્તાનનો મોહમંદ નબી 252 પોઇન્ટ સાથે નંબર 1 છે

હાર્દિક પંડ્યા

Photos@instagram