ઇડલી દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, જે ચોખા અને અડદ દાળ માંથી બને છે. ઇડલી સાંભર અને ચટણી ખાવામાં આવે છે.
મોટાભાગન લોકો ઇડલી નરમ અને પોચી બનાવવા માટે સોડા વાપરે છે, જે ઘણી વખત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અહી સોડા વગર રૂ જેવી સફેદ અને સોફ્ટ ઇડલી બનાવવાની સિક્રેટ રેસીપી આપી છે.
ચોખા, અડદ દાળ, ખમીર (યીસ્ટ પાઉડર), પૌંઆ અને મીઠું
ઇડલીનું ખીરું બનાવવા માટે 3:1 ગણોત્તર રાખવો. એટલે કે જો 3 કપ ચોખા હોય તો 1 કપ અડદ દાળનો ઉપયોગ કરો. તેમા અડધી ચમચી યીસ્ટ પાઉડર (ખમીર), 1 કપ પૌંઆ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું.
ચોખા અને અડદ દાળને અલગ અલગ વાસણની અંદર પાણીમાં 5 થી 6 કલાક સુધી પલાળી રાખો. તો પૌંઆ ચોખા દાળને પીસવાના 15 મિનિટ પહેલા પલાળી રાખો.
અડદ દાળ થોડુંક થોડુંક ઠંડુ પાણી ઉમેરી એકદમ ઝીણી અને ફ્લફી થાય ત્યાં સુધી પીસો. ચોખા અને પૌંઆ થોડાક બરછટ રાખવા.
ચોખા અને અડદ દાળની પીસ્ટ એક મોટા વાસણમાં રેડો. પછી તેને 5 મિનિટ સુધી ચમચ વડે એક જ દિશામાં બરાબર ફેંટો. તેનાથી ઇડલીમાં સારો આથો આવશે.
હવે ઇડલીના ખીરાને ઘરની અંદર કે બહાર કોઇ ગરમ જગ્યા પર 6 થી 8 કલાક સુધી મૂકી રાખો. તેનાથી ખીરામાં કુદરતી રીતે આથો આવશે.
ઇડલી બનાવવાની હોય ત્યારે ખીરામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ઇડલી સ્ટેન્ડમાં તેલ લગાવી તેમા ખીરું રેડો.
ઇડલી કૂકરમાં કે સ્ટીમરમાં પાણી ગરમ કરો, પછી ઇડલીને 10 થી 12 મિનિટ સુધી સ્ટીમ કરો. કુદરતી રીતે આથો આવવાથી ઇડલી એકદમ સોફ્ટ અને ફુલેલી બનશે. સ્ટીમર માંથી ઇડલી કાઢ્યા બાદ તેને 2 મિનિટ ઠંડી થવા દો.
સોફ્ટ રૂ જેવી પોચી ઇડલી ટેસ્ટી સાંભર અને નારિયેળની ચટણી સાથે સર્વ કરો.