નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ક્યાં સુધી ભરી શકાશે?

Jun 28, 2023, 04:03 PM

નાણાકીય વર્ષ 2022-23માં મળેલી આવક માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું શરૂ થઇ ગયુ છે, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ જાણવાા આગળ વાંચો.

પગારદાર કરદાતાઓએ નાણાકીય વર્ષ 2022-23 (આકારણી વર્ષ 2023-24) માં મેળવેલી આવક માટે આ વર્ષે ITR ફાઇલ કરવી પડશે.

નાણાકીય વર્ષ 2022-23માં મળેલી આવક માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 (નોન-ઓડિટ કેસો) છે.

નાણાકીય વર્ષ 2022-23માં મળેલી આવક માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2023 છે.

જો કે, કરદાતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયત તારીખ એટલે કે 31 જુલાઈ પહેલા તેમનું રિટર્ન ફાઈલ કરે.

નિયત તારીખ પહેલાં ITR ફાઇલ ન કરવાથી લેટ ચાર્જ  અને પેનલ્ટી વસૂલવામાં આવી શકે છે.

અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ કરદાતાઓ તેમના IT રિટર્ન ફાઇલ કર્યા છે. જો તમે ફાઇલ ન કર્યું હોય, તો શક્ય તેટલી વહેલી તકે અને નિયત તારીખ પહેલાં ફાઇલ કરવાનો પ્રયાસ કરો.