ITR status check: ઇન્કમ ટેક્સ રિટર્નનું સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું? જાણો

Jul 10, 2023, 07:23 PM

કરદાતાઓ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઈન્કમ ટેક્સ રિટર્નનું સ્ટેટસ ચકાસી શકે છે. વિગતો માટે આગળ વાંચો

ITR સ્ટેટસ ચેક કરવા માટે  ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જાઓ અને “Income Tax Return (ITR) સ્ટેટસ પર ક્લિક કરો.

જે તમને ITR સ્ટેટસ પેજ પર લઈ જશે. અહીં તમારે ITR એક્નોલેજમેન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને Continue પર ક્લિક કરો.

તમને તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. આ OTP દાખલ કરો, પછી ઈ-ફાઈલિંગ પેજ તમારું ITR ફાઈલ કરવામાં આવ્યું છે કે નહીં તેનું સ્ટેટસ દેખાડશે.

વૈકલ્પિક રીતે, તમે તમારા ITRની સ્થિતિ જોવા માટે ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર લોગ ઈન કરી શકો છો.

જો તમે તમારી જાતે ITR ફાઈલ કર્યું નથી, તો તમારે સંપૂર્ણ ખાતરી કરવા માટે એકવાર ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર તમારું ITR સ્ટેટસ તપાસવું જોઈએ.

AY 2023-24 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 છે.