‘હર ઘર તિરંગા’ અભિયાન ફરી શરુ, પીએમ મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં અભિયાન વિશે કરી વાત, ડીપી કર્યું ચેન્જ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી છે. પીએમએ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને આ અભિયાનની શરૂ કર્યું છે. આ સાથે પીએમે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની પ્રોફાઇલ પિક્ચર પણ બદલી નાખ્યો છે.
અત્યાર સુધી પીએમ પોતાની તસવીર હતી, પરંતુ હવે તેમણે ફેરફાર કરતા તિરંગો લગાવી દીધો છે. આ પહેલા 28 જુલાઈના રોજ પીએમ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં હર ઘર તિરંગા અભિયાન વિશે વાત કરી હતી.
આ સાથે પીએમ મોદીએ તિરંગાની ઉજવણી મનાવવાનો પણ આગ્રહ કરું છું. આ સિવાય પીએમે https://harghartiranga.com લિંક પણ શેર કરી અને લખ્યું કે તમે બધાએ તમારી સેલ્ફી અવશ્ય શેર કરો.
હાર ઘર તિરંગા અભિયાન ગયા વર્ષે પીએમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમ ચલાવ્યો હતો.
પીએમ મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવાની સાથે જ ભાજપે તેની વ્યાપક તૈયારીઓ કરી લીધી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના તમામ કાર્યકર્તાઓને તેની સફળતા સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે.
આ સિવાય ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગના જણાવ્યા અનુસાર ભાજપ 11 અને 13 ઓગસ્ટે દરેક વિધાનસભામાં તિરંગા યાત્રા કાઢશે. તરુ ચુગના જણાવ્યા અનુસાર, 12, 13 અને 14 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને યુદ્ધ સ્મારકો પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ સાથે જ 14 ઓગસ્ટે પાર્ટી વિભાજન વિભીષિકા દિવસ પણ મનાવશે.
મનુ ભાકરે રચ્યો ઇતિહાસ, એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની