ભારત ચીન  સંઘર્ષ કોણ  કેટલું બળવાન?

Dec 14, 2022

Haresh Suthar

ભારત ચીન સૈનિકો વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં અથડામણ થઈ હતી. ચીની સૈનિકો તવાંગ સેક્ટરમાં ઘૂસી જતાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો.

ચીન કેટલાક વર્ષોથી  સંરક્ષણ બજેટ વધારી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ચીને આ વર્ષે તેનું વાર્ષિક બજેટ વધારીને 261 બિલિયન ડૉલર કર્યું છે. જે વર્ષ 2021માં 209 બિલિયન ડૉલર હતું.

ભારતનું વાર્ષિક સંરક્ષણ  બજેટ $71.1 બિલિયન છે. સંરક્ષણ બજેટની બાબતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે, પરંતુ ચીનનું સંરક્ષણ બજેટ ભારત કરતા ત્રણ ગણાથી વધુ છે.

ભારત અને ચીન આર્મીની સરખામણી કરીએ તો, ભારત પાસે કુલ 3,544,000 સૈનિકો છે. ગ્લોબલ ફાયરપાવરના અહેવાલ મુજબ, ચીનની પીએલએ આર્મી પાસે કુલ 2,693,000 સૈનિકો છે.

ટેન્કના મામલામાં  ભારત ચીન પર પ્રભુત્વ ધરાવે છે. ભારત પાસે 4292 ટેન્ક છે જ્યારે ચીન પાસે 3501 ટેન્ક છે. એ જ રીતે ચીન પાસે 33,000 બખ્તરબંધ વાહનો છે જ્યારે ભારત પાસે 8,686 વાહનો છે.

ચીન પાસે 3800 ઓટોમેટિક આર્ટિલરી છે જ્યારે ભારત પાસે માત્ર 235 ઓટોમેટિક આર્ટિલરી છે. ભારત પાસે 4060 ફિલ્ડ આર્ટિલરી છે જ્યારે ચીન પાસે 3600 છે. ભારત પાસે માત્ર 266 રોકેટ પ્રોજેક્ટર છે જ્યારે ચીન પાસે 2650 રોકેટ પ્રોજેક્ટર છે.

ભારત અને ચીનની નૌકાદળ ની સરખામણી કરીએ તો, ભારત પાસે માત્ર એક જ એરક્રાફ્ટ કેરિયર છે, જ્યારે ચીન પાસે બે એરક્રાફ્ટ કેરિયર છે. એ જ રીતે ભારત પાસે 16 સબમરીન છે જ્યારે ચીન પાસે 74 સબમરીન છે.

ભારત પાસે  10 એરક્રાફ્ટ ડિસ્ટ્રોયર છે  જ્યારે ચીન પાસે 36 છે. ભારત પાસે 3 માઈન વોરફેર છે જ્યારે ચીન પાસે 29 છે. એ જ રીતે ભારત પાસે 139 કોસ્ટલ પેટ્રોલ છે જ્યારે ચીન પાસે 220 છે.

ભારત અને ચીનના  એરફોર્સની સરખામણી કરીએ  તો ભારત પાસે 538 કોમ્બેટ એરક્રાફ્ટ છે જ્યારે ચીન પાસે 1,232 છે. એ જ રીતે ભારત પાસે 172 સમર્પિત એટેક એરક્રાફ્ટ છે, જ્યારે ચીન પાસે આવા 371 એરક્રાફ્ટ છે.

ગ્લોબલ ફાયરપાવર  અનુસાર, ભારત પાસે 77 વિશેષ મિશન પ્લેન છે, જ્યારે ચીન પાસે 111 છે. ભારત પાસે 722 હેલિકોપ્ટર છે જ્યારે ચીન પાસે 911 હેલિકોપ્ટર છે. ભારત પાસે 23 હેલો છે, જ્યારે ચીન પાસે 281 છે.

ભારત પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે આ અંગે કોઈ સાર્વજનિક ડેટા નથી. Armed Forces.eu ના રિપોર્ટ અનુસાર, ભારત પાસે અંદાજિત 150 પરમાણુ હથિયારો છે. બીજી તરફ ચીન પાસે 280થી વધુ પરમાણુ હથિયારો છે.

Photos@Instagram