અંગ્રેજોએ વસાવ્યું હતું ભારતનું પહેલું હિલ સ્ટેશન, નામ ખબર છે?

Feb 13, 2025, 05:08 PM

ભારતના હિલ સ્ટેશન

ભારતમાં ઘણા હિલ સ્ટેશન છે. ઉનાળામાં હિલ સ્ટેશન પર ઠંડુ વાતાવરણ રહે છે, આથી લોકો ત્યાં ફરવા જવાનું વધારે પસંદ કરે છે.

હિલ સ્ટેશન

ભારતમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઘણા હિલ સ્ટેશન આવેલા છે. જેમા શિમલા, કુલ્લુ મનાલી સૌથી વધારે પ્રખ્યાત છે. જો કે શું તમને ખબર છે ભારતનું પહેલું હિલ સ્ટેશન ક્યું છે.

ભારતના પ્રથમ હિલ સ્ટેશનનું નામ

મસૂરીને ભારતના પ્રથમ હિલ સ્ટેશનનો દરજ્જો મળ્યો છે, જે ઉત્તરાખંડમાં આવેલું છે.

મસૂરી 200 વર્ષ જુનું હિલ સ્ટેશન

મસૂરી હિલ સ્ટેશનને વર્ષ 1823માં અંગ્રેજોએ પોતાના મનોરંજન માટે વસાવ્યું હતું. આમ આ હિલ સ્ટેશનને 200 વર્ષથી વધારે વર્ષ વિતી ગયા છે.

મસૂરી હિલ સ્ટેશન

મસૂરી હિલ સ્ટેશન દરિયાની સપાટીથી 6758 ફુટની ઉંચાઇ પર આવેલું છે.

મસૂરી પહાડોની રાણી

મસૂરીને પહાડોની રાણી પણ કહેવાય છે. બ્રિટિશ કાળમાં અંગ્રેજોએ આ વિસ્તારમાં આવવા પર અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો હતો.

મસૂરી પ્રવાસ

મસૂરીમાં બફરથી ઢંકાયેલા હિમાલયના પહાડ જોવા મળે છે.

મસૂરીમાં પ્રવાસની મજા

મસૂરીમાં પ્રવાસીઓ કેમ્પિંગ અને ટ્રેકિંગનો આનંદ માણી શકે છે.