Team India schedule 2023: જાણો ટીમ ઇન્ડિયા વર્ષ 2023 મેચ શિડ્યુલ

Jan 30, 2023

Ashish Goyal

ટીમ ઇન્ડિયા માટે વર્ષ 2023 એકદમ વ્યસ્ત છે. 2023માં વન-ડે વર્લ્ડ કપ, એશિયા કપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ સહિત મોટી ટૂર્નામેન્ટ રમાવાની છે

વર્ષ 2023 પ્રારંભે ભારતે શ્રીલંકા સામે 3 વન ડે અને 3 ટી 20 મેચની શ્રેણી પૂર્ણ કરી ન્યૂઝીલેન્ડ સામે 3 વન ડે અને 3 ટી 20 મેચની શ્રેણી રમી

ન્યૂઝીલેન્ડ શ્રેણી બાદ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસે આવશે અને અહીં ફેબ્રુઆરી માર્ચ દરમિયાન 4 ટેસ્ટ અને 3 વન-ડે મેચ રમશે.

ટીમ ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ બાદ ભારતમાં આઇપીએલ 2023 રમાશે. જેમાં 74 ટી-20 મેચ રમાશે. 

IPL 2023

આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ જૂન 2023, ઇંગ્લેન્ડ ખાતે રમાશે.

ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ

ટીમ ઇન્ડિયા જુલાઇ માસમાં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે જશે. જ્યાં જુલાઇ ઓગસ્ટ દરમિયાન 2 ટેસ્ટ, 3 વન-ડે અને 3 ટી-20 મેચ રમશે. 

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ

સપ્ટેમ્બર માસ દરમિયાન એશિયા કપ 2023 રમાશે. 

એશિયા કપ 2023

ભારતના યજમાન પદે ઓક્ટોબર નવેમ્બર માસ દરમિયાન વન-ડે વર્લ્ડ કપ રમાશે. 

વન-ડે વર્લ્ડ કપ 2023

ઓસ્ટ્રેલિયા ટીમ ફરી એકવાર ભારતના પ્રવાસે આવશે. અહીં 3 વન-ડે અને 5 ટી-20 મેચ રમશે.  

ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે

ટીમ ઇન્ડિયા ડિસેમ્બર માસમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. જ્યાં 2 ટેસ્ટ, 3 વન-ડે અને 3 ટી-20 મેચ રમશે. 

ટીમ ઇન્ડિયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ