આઈપીએલના તે ખેલાડીઓ જે બની ચુક્યા છે કોચ

Dec 18, 2023, 10:34 PM

IPLમાં એવા ઘણા ઓછા ખેલાડીઓ છે જેઓ પહેલા ખેલાડી તરીકે અને પછી કોચ તરીકે આ લીગનો ભાગ બન્યા છે.

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે KKR સાથે IPLમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને પછી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. હવે તે દિલ્હી કેપિટલ્સનો કોચ છે.

ભારતીય કોચ રાહુલ દ્રવિડ IPLમાં રાજસ્થાન રોયલ્સ અને RCB માટે ખેલાડી તરીકે રમ્યો અને પછી રાજસ્થાન રોયલ્સનો કોચ પણ બન્યો

વીવીએસ લક્ષ્મણ આઈપીએલની શરૂઆતમાં ડેક્કન ચાર્જર્સનો ભાગ હતો.

ડેક્કન ચાર્જર્સે લીગ છોડ્યા બાદ તે નવી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદનો કોચ પણ બન્યો હતો.

ડેરેન લેહમેને તેની પ્રથમ સિઝન રાજસ્થાન રોયલ્સ માટે ખેલાડી તરીકે રમ્યો હતો અને પછી ડેક્કન ચાર્જર્સનો કોચ બન્યો હતો

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્ન રાજસ્થાન રોયલ્સ માટે ખેલાડી તરીકે અને તેના કોચ તરીકે પણ રમ્યો હતો.

ન્યૂઝીલેન્ડનો સ્ટીફન ફ્લેમિંગ 2008થી CSKનો ભાગ છે. પહેલા તે એક ખેલાડી તરીકે આ ટીમનો ભાગ હતો અને હવે તે તેનો કોચ છે.