IPL હરાજી દરેક સિઝનના સૌથી મોંઘા પ્લેયર, જાણો

Nov 11, 2024, 06:33 PM

આઇપીએલ 2025ની મેગા હરાજીની 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. જેમાં કુલ 1574 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 1165 ભારતીય અને 409 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ વખતે કયા પ્લેયરને હરાજીમાં લોટરી લાગશે તે હરાજીના દિવસે ખબર પડશે. જોકે આ પહેલા અમે 2008થી 2024 સુધીની દરેક સિઝનમાં સૌથી મોંઘા પ્લેયરની વાત કરી રહ્યા છીએ.

IPL 2008

આઈપીએલ 2008 માં પ્રથમ સિઝન રમાઇ હતી. જેમાં સૌથી મોંઘો પ્લેયર મહેન્દ્રસિંહ ધોની રહ્યો હતો. ધોનીને 9.5 કરોડમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ખરીદ્યો હતો.

IPL 2009-10

આઈપીએલ 2009 માં ઇંગ્લેન્ડના કેવિન પીટરસન અને એન્ડ્રુ ફ્લિન્ટોફ સૌથી મોંઘા પ્લેયર બન્યા હતા. પીટરસનને આરસીબીએ અને ફ્લિનટોફને સીએસકેએ 9.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2010-11

આઈપીએલ 2010 માં શેન બોન્ડને કેકેઆરે અને કિરોન પોલાર્ડને મુંબઈ ઇન્ડિયન્સે 4.8 કરોડમાં ખરીદ્યા હતો. આઈપીએલ 2011 માં ગૌતમ ગંભીરને કેકેઆરે 14.9 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2012-13

આઈપીએલ 2012 માં રવિન્દ્ર જાડેજાને સીએસકેએ 12.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઈપીએલ 2013 માં ગ્લેન મેક્સવેલને મુંબઈએ 6.3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2014-15

આઈપીએલ 2014 માં યુવરાજ સિંહને આરસીબીએ 14 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આઈપીએલ 2015 માં ફરી યુવરાજને લોટરી લાગી હતી.યુવરાજ સિંહને દિલ્હી કેપિટલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2016

આઈપીએલ 2016 માં શેન વોટ્સનને આરસીબીએ 9.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2017-18

આઈપીએલ 2017 માં બેન સ્ટોક્સને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સે 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઈપીએલ 2018 માં ફરી બેન સ્ટોક્સ છવાયો હતો. રાજસ્થાન રોયલ્સે 12.5 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

IPL 2019

આઈપીએલ 2019 માં જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે અને વરુણ ચક્રવર્તીને પંજાબે 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2020-21

આઈપીએલ 2020માં પેટ કમિન્સને 15.5 કરોડ રૂપિયામાં કેકેઆરે ખરીદ્યો હતો. આઈપીએલ 2021 માં ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2022-23

આઈપીએલ 2022 માં ઇશાન કિશનને મુંબઈએ 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઈપીએલ 2023 માં સેમ કરનને પંજાબ કિંગ્સે 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2024

આઈપીએલ 2024 માં મિચેલ સ્ટાર્કને કેકેઆરે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે જ તે આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.